રાધિકા મર્ચન્ટે રોયલ અંદાજમાં કરી એન્ટ્રી, મુકેશ અંબાણીએ કર્યુ ચીયર
જામનગર, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમનીમાં એક ક્ષણ એવી આવી જ્યારે મુકેશ અંબાણી અને નીતા અંબાણી પોતાની ખુશીઓ છુપાવી ન શક્યા. પ્રી-વેડિંગ સેલિબ્રેશનના દિવસે રાધિકા મર્ચન્ટે ખૂબસૂરત એન્ટ્રી કરી.
રવિવારે અંબાણી પરિવારે મહાઆરતીનું આયોજન કર્યુ હતું. આરતી બાદ રાધિકાએ શાનદાર પર્ફોર્મન્સ આપ્યું. ઇન્સ્ટાગ્રામ પર ઘણા પોર્ટલ્સ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં રાધિકાને ‘કભી ખુશી કભી ગમ’ના સોન્ગ શાવા શાવાપની કેટલીક લાઇન્સ ગાતા અનંત તરફ આગળ વધતાં જોઇ શકાય છે.
આ ખાસ ફંક્શન માટે રાધિકાએ સુંદર ગોલ્ડન આઉટફિટ પહેર્યો હતો. વીડિયોમાં તે ધીમે ધીમે અનંત તરફ જતી જોવા મળી હતી, જ્યારે મુકેશ અંબાણી અને નીતા અંબાણી તેને ચિયર કરી રહ્યા હતા. અનંતની બહેન ઈશા અંબાણી પણ તેના માટે ચીયર કરતી જોવા મળી હતી.
જાહ્નવી કપૂર અને ખુશી કપૂર જેવા બોલિવૂડ સ્ટાર્સ પણ આ ક્ષણનો ભાગ હતા. રાધિકાના આ પર્ફોર્મન્સનો હિસ્સો જ્હાન્વી કપૂર અને ખુશી કપૂર પણ હતાં. વીડિયોમાં તે ધીમે ધીમે અનંત તરફ ચાલતી આવી રહી છે. બ્રાઇડ ટુ બી રાધિકાને જોઇને અનંત સ્માઇલ કરી રહ્યાં છે અને પછી હાથ પકડીને તેને સ્ટેજ પર લઇ આવે છે. આ દરમિયાન કપલ વચ્ચે રોમેન્ટિક કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.
ગુજરાતના જામનગરમાં અનંત-રાધિકાના પ્રી વેડિંગ ફંક્શનનો જશ્ન મનાવવામાં આવ્યો છે. અંબાણી પરિવારનું આ શહેર સાથે ભાવનાત્મક જોડાણ છે. જામનગર એરપોર્ટ જાણે કે હાલના દિવસોમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ બની ગયું છે. છેલ્લા અહીં દરરોજ ડઝનબંધ ફ્લાઈટ્સ લેન્ડ થઈ છે. રિલાયન્સ દ્વારા સમગ્ર એરપોર્ટ અને RIL રિફાઈનરીને શણગારવામાં આવી છે.
ત્રણ દિવસીય પ્રિ-વેડિંગ સેલિબ્રેશન માત્ર ભારતમાં જ નહીં પરંતુ ઇન્ટરનેશનલ લેવલ પણ ચર્ચાનો વિષય બન્યો હતો. પહેલા દિવસે અંબાણી અને મર્ચન્ટ પરિવારે પોપ સ્ટાર રિહાનાને હોસ્ટ કરી હતી. બીજા દિવસે શાહરૂખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને જાહ્નવી કપૂર સહિત ઘણા બોલિવૂડ સ્ટાર્સે સ્ટેજ પર પર્ફોર્મન્સ આપ્યું હતું.
દિલજીત દોસાંજના પર્ફોર્મન્સે રાતને યાદગાર બનાવી દીધી હતી. ત્રીજો દિવસ સંપૂર્ણપણે સંગીત પર આધારિત હતો, જેમાં ઘણા સિંગર્સ પાર્ટીના મહેમાનો માટે પરફોર્મ કરવા સ્ટેજ પર આવ્યા હતા.SS1MS