ચીન-પાકિસ્તાન સરહદ પર ગરજ્યા રાફેલ અને મિરાજ
નવી દિલ્હી, ભારતીય વાયુસેના ચીન અને પાકિસ્તાનની સરહદ સાથેના ઉત્તરીય ક્ષેત્રમાં ત્રિશુલ અભ્યાસ કરી રહી છે. આ કવાયત રાફેલ, મિરાજ ૨૦૦૦ સહિત ફાઇટર એરક્રાફ્ટ સાથે ચિનૂક, અપાચે સહિત હેવી-લિફ્ટ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સાથે કરવામાં આવી રહી છે. ગુરુ વિશેષ દળો પણ કવાયતનો એક ભાગ છે.
જ્યાં વાયુ શક્તિના તમામ તત્વોનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આ કવાયત ૪ થી ૧૪ સપ્ટેમ્બર સુધી લદ્દાખ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને પંજાબ સહિતના ઉત્તરીય વિસ્તારોમાં થશે. જાેકે, ફાઈટર જેટના અવાજથી સ્થાનિક લોકોમાં પણ ગભરાટનો માહોલ સર્જાયો હતો.
ચંબાના ઘણા વિસ્તારો જમ્મુ-કાશ્મીરની સરહદોને અડીને આવેલા છે. અહીં એસડીએમ જાેગીન્દર પટિયાલે કહ્યું કે તેમની આ અંગે કોઇ જાણકારી નથી. મળતી માહિતી મુજબ રવિવારે મોડી રાતથી જ ત્રિશુલ અભ્યાસની શરૂઆત થઇ હતી. માહિતી અનુસાર, ત્રિશુલ અભ્યાસ ભારતની ઉત્તરીય સરહદ પાસેના ૧૪૦૦ કિલોમીટરના વિસ્તારમાં કરવામાં આવી રહી છે. જેમાં પંજાબ સહિત જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશનો સમાવેશ થાય છે.
વાયુસેનાના જવાનો ૧૪ સપ્ટેમ્બર સુધી યુદ્ધનો અભ્યાસ કરશે. એવું માનવામાં આવે છે કે ભારતનો ત્રિશુલ અભ્યાસ ચીન અને પાકિસ્તાન દ્વારા શરૂ કરવામાં આવેલા ‘શાહીન એક્સ’ નામના સંયુક્ત વાયુસેનાના અભ્યાસનો જવાબ છે. ચીન અને પાકિસ્તાનની આ સંયુક્ત વાયુસેનાનો અભ્યાસ ઓગસ્ટના અંતમાં શરૂ થઈ હતી અને સપ્ટેમ્બરના મધ્ય સુધી ચાલશે.
વાયુસેનાની કમાન્ડો ટુકડી ગરુડ પણ સંપૂર્ણ બળ સાથે ઉતરશે. દરમિયાન સાયબર સુરક્ષા પર ખૂબ ભાર મૂકવામાં આવશે. તાજેતરના વર્ષોમાં વાયુસેના સામેના પડકારો વધ્યા છે, ખાસ કરીને પૂર્વી લદ્દાખમાં છેલ્લા ત્રણ વર્ષથી ચીન સાથે તણાવ ચાલી રહ્યો છે અને પાકિસ્તાન સાથેની સરહદ પર પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે, આવી સ્થિતિમાં વાયુસેના હવે તૈયાર છે કે જાે બંને મોરચે પડકાર આવે તો તેનો સામનો કેવી રીતે કરી શકાય? વિશ્વની ચોથી સૌથી મોટી વાયુસેનાએ પોતાને વધુ સારી રીતે તૈયાર કરી છે, જેના પ્રભાવને વિશ્વની તમામ વાયુસેનાઓ સ્વીકારે છે.SS1MS