૫૦ ટકા અનામતની દિવાલ તોડી દઇશુંઃ રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ અનામતને લઇને કરી મોટી વાત
(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં આયોજિત કોંગ્રેસ અધિવેશનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાની પાર્ટીના ઇતિહાસ વિશે જણાવ્યું. તેમણે કહ્યું કે ‘૧૦૦ વર્ષ પહેલાં મહાત્મા ગાંધી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ બન્યા હતા અને ૧૫૦ વર્ષ પહેલાં સરદાર પટેલજીનો જન્મ થયો હતો. આ બંને કોંગ્રેસ પાર્ટીનો પાયો છે. હું પછાત લોકો માટે કામ રહ્યો છું.’
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે ‘તેલંગાણામાં જાતિ ગણતરી કરવા માટે અમે એક ક્રાંતિકારી પગલું ભર્યું છે. અમારે જાણવું હતું કે આ દેશમાં કોની કેટલી ભાગીદારી છે. મેં સંસદમાં પીએમ મોદીને કહ્યું હતું કે તમે જાતિ ગણતરી કરાવો. દેશને ખબર હોવી જોઇએ કે કેટલા દલિત છે, કેટલા પછાત છે, ગરીબ જનરલ વર્ગના લોકો કેટલા છે.’
પીએમ મોદી અને આર.એસ.એસ.એસએ સ્પષ્ટ કરી દીધું કે અમે જાતિ આધારિત વસતી ગણતરી કરાવવા માંગતા નથી. અમે સંતાડવા માંગીએ છીએ. મેં કહ્યું કે, તમે છુપાવવું હોય એટલું છુપાવો.
અમે અહીંથી જાતિ આધારિત વસતી ગણતરી પાસ કરીશું. હું ફરીથી કહી રહ્યો છું કે ૫૦ ટકા અનામતની જે દિવાલ છે તેને અમે તોડી દઇશું. અમે જે તેલંગાણામાં કર્યું તે દિલ્હીમાં અને આખા ભારતમાં કરવા જઇ રહ્યા છીએ.
મેં ઈન્દિરા ગાંધીજીને સવાલ પૂછ્યો હતો કે, તમે દુનિયામાં ન રહેવા પર લોકોએ તમારા વિશે શું બોલવું અને વિચારવું જોઈએ. તો તેમણે કહ્યું હતું કે, રાહુલ, હું માત્ર પોતાનું કામ કરું છું. મારા ન રહેવા પર લોકો મારા વિશે શું વિચારે છે તેની મને કોઈ ચિંતા નથી.
મારું ફોકસ માત્ર પોતાના કામ પર છે. મારા ન રહેવા પર દુનિયા જો મને ભૂલ પણ જાય તો મને મંજૂર છે, કારણ કે મેં પોતાનું કામ બરાબર રીતે કર્યું છે. એ મારું પણ માનવું છે કે લોકો શું વિચારે છે, તેનાથી મને ફરક પડતો નથી.