Western Times News

Gujarati News

રાહુલ ગાંધી સુરતની કોર્ટમાં માનહાનીના કેસ માટે હાજર રહ્યા

દરેક મોદીને ચોર કહીને અપમાન કરાયું હતું-આ અંગે કેસ કરનાર પુર્ણેશ મોદીએ કહ્યું કે, અમારા સમાજના ૧૩ કરોડ લોકો સમગ્ર દેશમાં વસવાટ કરે છે.

સુરત, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સુરત ખાતે એક કેસ અનુસંધાને કોર્ટમાં હાજર રહ્યા હતા. સુરત એરપોર્ટ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું ગુજરાત કોંગ્રેસના નેતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટથી રાહુલ ગાંધી સીધા જ કોર્ટમાં પહોંચ્યા હતા. Rahul Gandhi Appears Before Surat Court In Defamation Case

જ્યાં કોર્ટ રૂમમાં રાહુલ ગાંધીનું વધારાનું નિવેદન લેવાયું હતું. રાહુલ ગાંધીએ જાે કે કોર્ટમાં આપેલા સ્ટેટમેન્ટમાં તમામ સવાલો અને પૂરાવા અંગે પુછાયેલા સવાલોનાં જવાબમાં હું કંઇ નથી જાણતો તેવો જ જવાબ આપ્યો હતો. આ અંગે કેસ કરનાર પુર્ણેશ મોદીએ કહ્યું કે, અમારા સમાજના ૧૩ કરોડ લોકો સમગ્ર દેશમાં વસવાટ કરે છે.

તેઓ દરેક મોદીને ચોર કહીને અપમાન કરાયું હતું. જેથી આ માનહાનીનો કેસ કર્યો છે. પૂર્ણેશ મોદીના વકીલ પીવી રાઠોડે આ અંગે કહ્યું કે, બે સાહેદોની ૨૫ મીથી જુબાની પુર્ણ થઇ હતી. તેના વીડિયો રેકોર્ડિંગ કરનાર પ્રકાશ અને શિવ સ્વામીની જુબાની પુર્ણ થઇ ચુકી છે.

આ સાહેદોની જુબાની અંતર્ગત કોર્ટે વધારાના નિવેદન માટે રાહુલ ગાંધીને કોર્ટમાં હાજર રહેવા આદેશ આપ્યો હતો. જાે કે રાહુલ ગાંધીએ કહ્યું કે, હું આ રેકોર્ડિંગ અને તેને લગતી બાબતો વિશે કંઇ જ જાણતો નથી. આવતી કાલે આ કેસમાં વધારે એક સાહેદને બોલાવવાની અરજી પર સુનાવણી થશે.

જાે આ સુનાવણીમાં કોર્ટ અરજી ગ્રાહ્ય નહી રાખે તો હાઇકોર્ટમાં જઇને સાહેદ ચંદ્રપ્પા કે જેમણે રેકોર્ડિંગ અંગેની સીડી બનાવી હતી તેઓ અરજી કરી શકે છે. સુરતમાં મુખ્ય બે સ્થળો પર રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.