મારી યુએસ યાત્રા અંગે રાહુલ ગાંધી ઇરાદાપૂર્વક ખોટું બોલ્યાંઃ જયશંકર
નવી દિલ્હી, સંસદમાં રાષ્ટ્રપતિના સંબોધન પરની ચર્ચા દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથગ્રહણ સમારોહનો ઉલ્લેખ કરીને એવું નિવેદન આપ્યું, જેના પર રાજકીય વિવાદ પેદા થઈ ગયો છે.
રાહુલ ગાંધીએ લોકસભામાં દાવો કર્યાે કે વિદેશ મંત્રી પોતાની વિદેશની યાત્રામાં ત્યાંની સરકાર સમક્ષ પીએમ મોદીને ‘બોલાવવાની વિનંતી’ કરે છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના આ નિવેદન પર ખુદ વિદેશ મંત્રી એસ.જયશંકરે જવાબ આપતાં કહ્યું કે, એ(રાહુલ) મારી અમેરિકાની યાત્રા લઈને ખોટું બોલી રહ્યા છે. સાથે જ તેના(નિવેદન)થી વિદેશમાં ભારતને નુકસાન પહોંચી રહ્યું છે.
વિદેશ મંત્રી એસ.જયશંકરે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ડોનાલ્ડ ટ્રમ્પના શપથગ્રહણના આમંત્રણને લઈને લગાવવામાં આવેલા આક્ષેપો પર પલટવાર કરતા લખ્યું કે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ડિસેમ્બર ૨૦૨૪માં મારી અમેરિકા યાત્રા અંગે ઈરાદાપૂર્વક ખોટું બોલ્યું છે.
હું બાઇડન સરકારના વિદેશમંત્રી અને એનએસએને મળવા ગયો હતો. આ ઉપરાંત આપણા કોન્સલ જનરલોની સાથે એક બેઠક યોજી હતી. આ સાથે જયશંકરે એમ પણ કહ્યું કે, મારા પ્રવાસ દરમિયાન, આગામી એનએસએ એ મારી સાથે મુલાકાત કરી. કોઇ પણ સ્તર પર વડાપ્રધાનને આમંત્રિત કરવાના સંબંધમાં ચર્ચા કરી નથી. સૌ કોઈ જાણે છે કે આપણા વડાપ્રધાન આવા કાર્યક્રમોમાં ભાગ લેતા નથી.
હકીકતમાં, ભારતનું પ્રતનિધિત્વ સામાન્ય રીતે વિશેષ દૂતો દ્વારા કરવામાં આવે છે. રાહુલ ગાંધીના જૂઠનો ઉદ્દેશ્ય રાજકીય હોઇ શકે છે, પરંતુ એ વિદેશમાં દેશને નુકસાન પહોંચાડી રહ્યા છે.SS1MS