Western Times News

Gujarati News

રાહુલ ગાંધીએ એવું તે શું કહ્યું કે, નાણામંત્રી નિર્મલા સીતારમણ શરમાઈ ગયા

રાહુલ ગાંધીના નિવેદન પર નિર્મલા સીતારમણે પકડી લીધું માથું

નવી દિલ્હી,  લોકસભામાં સામાન્ય બજેટ પર ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા રાહુલ ગાંધીના ભાષણને લઈને ભારે હોબાળો થયો હતો. શાસક પક્ષે રાહુલ ગાંધીના અનેક નિવેદનો સામે વાંધો ઉઠાવ્યો હતો. આ દરમિયાન સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષના નેતાને ગૃહના નિયમોનું પાલન કરવાનું પણ કહ્યું હતું. પોતાના ભાષણ દરમિયાન રાહુલ ગાંધીએ સરકાર પર અનેક આરોપો લગાવ્યા હતા.

આ દરમિયાન તેમણે બજેટની ટીકા કરતા કહ્યું કે, એક સમયે ઓબીસીની ભાગીદારીનો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, કેન્દ્રીય બજેટ બનાવનારા ૨૦ અધિકારીઓમાંથી માત્ર એક લઘુમતી અને એક ઓબીસી સમુદાયમાંથી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ તેમના નિવેદન પર એક મિનિટ માટે શરમાઈ ગયા હતા. આ બાદ તે હસવા માડ્યા હતા. જે બાદ રાહુલે કહ્યું કે જે બાદ તેણે પોતાનું કપાળ પકડી લીધું હતું.

ભાષણ દરમિયાન રાહુલ ગાંધીએ સ્પીકરને બજેટ પછી હલવા સમારોહની તસવીર બતાવવાની પરવાનગી માંગી હતી, પરંતુ સ્પીકરે આ વિનંતી ફગાવી દીધી હતી. ત્યારબાદ રાહુલે આ તસવીર વિશે ખુલાસો કર્યો અને કહ્યું કે, કેન્દ્રીય બજેટ ૨૦૨૪ તૈયાર કરી રહેલા ૨૦ અધિકારીઓમાંથી માત્ર બે જ લઘુમતી સમુદાયના છે. તેણે કહ્યું કે, તે તસવીરમાં પણ હાજર નથી.

૨૦ અધિકારીઓએ મળીને ભારતનું બજેટ તૈયાર કર્યું છે, જેમાં માત્ર એક લઘુમતી છે અને એકૅમ્ઝ્ર છે. બજેટના હલવાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ દેશના ૭૩% લોકો તેમાં સામેલ નથી. કેન્દ્રીય બજેટ પર રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન લોકસભામાં હોબાળો થયો હતો. ગાંધી પર નિશાન સાધતા કિરેન રિજિજુએ કહ્યું કે, તમને ગૃહના નિયમોની ખબર નથી, તમે ગૃહના અધ્યક્ષને પડકાર આપો છો.

બજેટ ભાષણમાં પેપર લીક મુદ્દાનો ઉલ્લેખ ન કરવા બદલ રાહુલ ગાંધીએ નિર્મલા સીતારમણ પર પ્રહાર કર્યા હતા. આ મુદ્દે વાત કરતા તેમણે આરોપ લગાવ્યો કે, છેલ્લા ૧૦ વર્ષમાં દેશમાં પેપર લીકના ૭૦ મામલા સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ૯૯% યુવાનો કેન્દ્રીય બજેટ ૨૦૨૪માં રજૂ કરવામાં આવેલા ઈન્ટર્નશિપ પ્રોગ્રામ માટે લાયક નહીં હોય. તેમણે કહ્યું કે, તમે યુવાનો માટે શું કર્યું? આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ રાહુલ ગાંધીના નિવેદન પર ઉભા થયા હતા. તેમણે કહ્યું કે, વિપક્ષી નેતાઓ અગ્નિવીરને લઈને દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.