રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન પકડાયા છે, તેથી જ તેઓ ઈન્ટરવ્યુ આપી રહ્યા છે
નવી દિલ્હી, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે પીએમ મોદીને ઈલેક્ટોરલ બોન્ડ ‘સ્કેમ‘ના માસ્ટરમાઇન્ડ ગણાવ્યા. રાહુલે કહ્યું કે આ વિશ્વની સૌથી મોટી ખંડણી યોજના છે અને પીએમ મોદી તેના માસ્ટરમાઇન્ડ છે.
તેમણે કહ્યું કે પીએમને એ પણ પૂછવું જોઈએ કે એક દિવસ કોઈની વિરુદ્ધ સીબીઆઈ તપાસ શરૂ થાય છે અને તરત જ ભાજપને પૈસા મળે છે અને તે પછી સીબીઆઈ તપાસ ખતમ થઈ જાય છે. જ્યારે કંપની પૈસા આપે છે, ત્યારે તરત જ તેમને મોટા કોન્ટ્રાક્ટ અને ઈન્ળાસ્ટ્રક્ચર કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે.રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન પકડાયા છે, તેથી જ તેઓ ઈન્ટરવ્યુ આપી રહ્યા છે.
તેમણે કહ્યું કે ઈલેક્ટોરલ બોન્ડમાં મહત્વની વસ્તુ નામ અને તારીખો છે. જો તમે નામો અને તારીખો પર નજર નાખો, તો તમને ખબર પડશે કે જ્યારે દાતાઓએ ઇલેક્ટોરલ બોન્ડ આપ્યા હતા, ત્યારે તરત જ તેમને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા અથવા તેમની સામેની સીબીઆઈ તપાસ પાછી ખેંચી લેવામાં આવી હતી.
રાહુલ ગાંધી પીએમ મોદીના ઈન્ટરવ્યુ પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા, જ્યાં પીએમ મોદીએ ચૂંટણી બોન્ડ સ્કીમ વિશે વાત કરી હતી, જેને સુપ્રીમ કોર્ટે આ વર્ષે ૧૫ ફેબ્›આરીએ રદ કરી હતી.
ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ કહ્યું કે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમનો ઉદ્દેશ્ય ચૂંટણીમાં કાળા નાણા પર અંકુશ લાવવાનો હતો અને જ્યારે ઈમાનદારીથી વિચારવામાં આવશે તો દરેકને પસ્તાવો થશે. તેમણે ચૂંટણી બોન્ડ પર જુઠ્ઠાણા ફેલાવવા માટે વિપક્ષની ટીકા પણ કરી હતી.
આના પર રાહુલ ગાંધીએ વડાપ્રધાનને પડકાર ફેંક્યો હતો કે કેન્દ્રીય તપાસ એજન્સીઓના રડારમાં આવીને તરત જ કેટલીક કંપનીઓએ ચૂંટણી બોન્ડ દ્વારા ભાજપને કેવી રીતે દાન આપ્યું હતું.SS1MS