રાહુલ ગાંધી સામેનો કાનૂની જંગ ગુજરાતથી શરૂ થઈ આંતરરાષ્ટ્રીય વિશ્વમાં પહોંચ્યો પરંતુ…
…પરંતુ તેનો અંત ભારતની સુપ્રિમ કોર્ટમાં આવશે અને દેશ માટે દિશા નકકી કરશે ?!
તસ્વીર સંયુકત રાષ્ટ્ર સંઘની કચેરીની છે !! બીજી તસ્વીર અમેરિકાના વ્હાઈટ હાઉસની છે !! ત્રીજી તસ્વીર જર્મનીની સંસદની છે !! કોંગ્રેસ અગ્રણી શ્રી રાહુલ ગાંધી દેશના પ્રથમ વડાપ્રધાન શ્રી પંડિત જવાહરલાલ નહેરૂના પરિવારના છે !! પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઈ ન્દરા ગાંધીના પૌત્ર છે !! The legal battle against Rahul Gandhi started from Gujarat and reached the international world but…
પૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીના પણ પુત્ર છે !! માટે મૌલિક અધિકાર પર હુમલો થતો જણાય તો વૈશ્વિક લોકશાહી તાકાત મુકતપણે પોતાનો અભિપ્રાય આપે ત્યારે તેના પર પણ વળતો હુમલો થશે તો તેના કાનૂની પ્રત્યાઘાત ઘણાં ગંભીર અને દેશની દિશા નકકી કરનારા નિવડશે. ભારતની સુપ્રિમ કોર્ટે પણ કદાચ મૌલિક અધિકારના પ્રશ્ન પર નજર રાખતી હશે ??????!!! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા )
મહાત્મા ગાંધીએ અદ્દભુત કહ્યું છે કે, “ન્યાયની અદાલતોથી પણ મોટી એક અદાલત છે અને તે છે “અંતરઆત્માના અવાજની અદાલત” આ અંતરઆત્માના અવાજની અદાલત બધી જ અદાલતો કરતા શ્રેષ્ઠ છે”!! જયારે આર્થર શોપન હોવર નામના વિચારકે કહ્યું છે કે, “કિર્તી એવી ચીજ છે જે માણસે કમાવી પડે છે અને ગૌરવ એવી ચીજ છે જે વ્ય ક્તએ ખોવી ના જાેઈએ”!!
ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે. પરંતુ વિશ્વમાં લોકશાહીનું નેતૃત્વ અમેરિકા કરે છે !! જયારે રશિયાએ સ્વતંત્ર રાષ્ટ્ર યુક્રેનને રશિયા સાથે ભળી જવા દબાણ કર્યુ અને છેવટે રશિયાએ હુમલો કર્યાે ત્યારે આ રીતે કોઈ સ્વતંત્ર નાના રાજયને લશ્કરી તાકાતથી દબાવી શકાય નહીં એવા સંદેશા સાથે યુક્રેન જાેડે કોણ ઉભુ રહ્યું ?!
રશિયાને લાગ્યુ હશે કે પશ્ચિમના લોકશાહી દેશો યુક્રેનને બચાવવા એક થયા ?! આ બધાનો સાર્વભોમત્વ ધરાવતા મજબુત લોકશાહી દેશો છે !!
રાહુલ ગાંધી કેસમાં કાયદામંત્રી શ્રી કિરણ રિજજુ આ મુદ્દાને દેશની આંતરિક બાબત ગણાવે છે અને બ્રિટનમાં વસતા લલીત મોદી યુ.કે. કોર્ટમાં રાહુલ ગાંધી સામે કેસ કરવાની ધમકી આપે છે !! ત્યારે રાહુલ ગાંધી માટે બોલી રહેલા વિશ્વના લોકશાહી દેશોને બેલવા માટે કોણે નિમંત્રણ આપ્યું છે ?!
અમરિકાના ટીવી શો ના સંચાલિકા એપ્રોહ વિન્ફ્રે એ કહ્યું છે કે, ‘તમે જેનાથી ડરો છો એ શ ક્તશાળા નથી તમારો ડર શક્તિશાળી છે’!! રાહુલ ગાંધી સામે કેસ કેમ થયો ?! રાહુલ ગાંધી વિરૂધ્ધ લલીત મોદી જેવા બ્રિટનમાં વસતા ચર્ચાસ્પદ લલિત મોદી એ પણ યુ.કે.ની કોર્ટમાં કેસ કરવાની ધમકી આપી છે ?!
ત્યારે દેશમાં કેટલાક નેતાઓ, કેટલાક સરકારી અધિકારીઓ કાચુ કાપી રહ્યા છે !! કેન્દ્ર સરકારના કાયદામંત્રી કિરણ રિજજુ એ સત્ય જાણે છે કે, રાહુલ ગાંધી કેસમાં તેમની તરફેણમાં બોલનારા સંયુકત રાષ્ટ્ર સંઘ !! અમેરિકા અને જર્મની રાહુલ ગાંધી કેસમાં પ્રત્યાઘાત આપતા સ્વતંત્રતાના માપદંડ અને મૌખિક લોકતાંત્રિક સિધ્ધાંતોના અધિકારોનું ધ્યાન રખાશે એવી આશા અભિવ્યક્ત કરી છે !!
જેને કાયદામંત્રી શ્રી કિરણ રિજજુ દેશની આંતરિક બાબતોમાં વિદેશી તાકાતનો હસ્તક્ષેપ ગણાવ્યો છે એ અદ્દભુત છે. ભારતમાં કેન્દ્ર સરકાર તમારી છે છતાં વિશ્વના સાર્વભોમત્વ દેશો લોકશાહીની ચિંતા કરે છે ?! નકારાતમક નહીં પણ કયાંક દેશની કથિત આંતરિક બાબત વૈશ્વિક લોકશાહી મૂલ્યોનો મુદ્દો ન બની જાય એ જાેવાની જરૂર છે ! કારણ કે લડાઈ વિચારધારાની ન બની જાય ?!
કોંગ્રેસ અગ્રણી શ્રી રાહુલ ગાંધી વિરૂધ્ધ લલિત મોદીની વાણિ વિલાસ ચાલુ રહેશે તો શું ??
માર્કસ ઓરિલિયસ નામના વિચારકે સરસ કહ્યું છે કે, ‘આપણે જે કાંઈ સાંભળીએ છીએ તે અભિપ્રાય હોય છે, તથ્ય નહીં આપણે કાંઈ જાેઈએ છીએ તે દ્રષ્ટિકોણ હોય છે ‘સત્ય નહીં’!! રાહુલ ગાંધીને સુરતની અદાલતે બદનક્ષી કેસમાં સજા ફટકારી ત્યાારે ઘણાં ભા.જ.પ.ના નેતાઓ ખૂબ જ પ્રભાવિત થઈને બોલતા નજરે પડતા હતાં !!
પરંતુ આ તો કાનૂની જંગ છે !! દેશના બંધારણીય સિધ્ધાંતો માટેનો જંગ છે !! કાયદાકીય અર્થઘટનનો જંગ છે !! અને કાનૂની અને રાજકીય સત્તાની મર્યાદાને પ્રકાશિત કરનારાનો આ જંગ છે ?! તેવા સમયે રાહુલ ગાંધી વિરૂધ્ધ લલીત મોદીએ ‘મોદી ગ્રુપ’ ઉજાગર કરતા હોય એવી રીતે બ્રિટનમાંથી આ વિવાદમાં કુદી પડતા ચૂંટણી માટે નવા પડકારો સર્જશે !!
અહીં ‘મોદી’ વિરૂધ્ધ ‘ગાંધી’ જંગના ફંટાઈ જાય એની કાળજી કોણ રાખશે ?! સંયુકત રાષ્ટ્ર ! અમેરિકા ! જર્મની જેવા લોકશાહી દેશો બોલતા થયા છે તેને આંતરિક હસ્તક્ષેપની દ્રષ્ટિથી નહીં વિચાર ધારાના ધર્મયુદ્ધથી જાેઈને ડેમેજ કંટ્રોલ કરવાની જરૂર છે.