કોંગ્રેસની ‘પલાયન રોકો, નોકરી દો’ પદયાત્રામાં ફરી બબાલ

વક્ફ બિલને સમર્થન આપવાની માંગ કરતા યુવકની ધોલાઈ
(એજન્સી)બેગૂસરાય, કોંગ્રેસની ‘પલાયન રોકો, નોકરી દો’ પદયાત્રામાં ફરી બબાલ થઈ છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી આજે (૭ એપ્રિલ) બેગૂસરાય જિલ્લામાં પહોંચી પદયાત્રામાં સામેલ થયા છે, જોકે આ દરમિયાન તેમને એક યુવકના વિરોધનો સામનો કરવો પડ્યો છે. મળતી વિગતો મુજબ રાહુલની ઉપસ્થિતિમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ એક યુવકને માર માર્યો છે. એટલું જ નહીં પૂર્વ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે યુવકને થપ્પડ મારી દીધી છે.
મળતા અહેવાલો મુજબ જ્યારે રાહુલ ‘પલાયન રોકો, નોકરી દો’ પદયાત્રામાં ઉપસ્થિત હતા, ત્યારે એક યુવક વક્ફ બિલને સમર્થન આપવાની માંગ સંબંધીત એક પોસ્ટર લઈને આવ્યો હતો. આ કારણે કોંગ્રેસ કાર્યકર્તાઓ નારાજ થઈ ગયા અને યુવકને માર માર્યો હતો. રાહુલ સાથે પૂર્વ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અખિલેશ પ્રસાદ સિંહ પણ હાજર હતા અને તેમણે પણ યુવકને થપ્પડ મારી દીધી હતી.
Congressis displayed Mohabbat Ki Dukan right in front of Rahul Gandhi. 😂
One youth simply held a poster requesting JanNalayak @RahulGandhi to support the Waqf Bill, but in return got abused & thrashed by Congress leaders. pic.twitter.com/uNtYgEhaAu
— BALA (@erbmjha) April 7, 2025
પદયાત્રામાં આવેલો યુવક ‘વક્ફ બોર્ડનું સમર્થન કરો રાહુલ ગાંધીજી’ લખેલું પોસ્ટર લઈને આવ્યો. આ દરમિયાન કેટલાક કોંગ્રેસ કાર્યકર્તાઓએ તેનું સમર્થન કર્યું તો કેટલાકે યુવક પાસેથી પોસ્ટર ખેંચી ફાડી નાખ્યું હતું અને યુવકને ધક્કો મારી આશ્રમના ગેટમાંથી બહાર ભગાડી દીધો હતો.