ભારત જાેડો યાત્રામાં મોદી..મોદીના નારાનો રાહુલે અનોખા અંદાજમાં જવાબ આપ્યો
જયપુર, રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ભારત જાેડો યાત્રા હાલમાં રાજસ્થાનમાં છે. આ યાત્રાથી કોંગ્રેસ પોતાને મજબૂત કરવા માંગે છે પરંતુ રાજસ્થાનના ઝાલાવાડની એક ઘટનાથી એવું લાગે છે કે, હજુ બીજેપી સામે કોંગ્રેસને મજબૂત થવા માટે ઘણી મહેનતની જરૂર છે. આ દરમિયાન ભારત જાેડો યાત્રા દરમિયાન મોદી મોદીના નારા લાગ્યા હતા. જાેકે, રાહુલ ગાંધીએ તેનો અનોખા અંદાજમાં જવાબ આપ્યો હતો. આ અગાઉ મધ્યપ્રદેશના આગર માલવા જિલ્લાથી પણ આવી જ ઘટના સામે આવી હતી.
મોદી મોદીના નારાનો અવાજ આવતા જ પહેલા તો રાહુલ ગાંધી અને કોંગ્રેસ નેતાઓએ તે લોકોને યાત્રામાં સામેલ થવા માટે કહ્યું પરંતુ જ્યારે તેઓ શામેલ ન થયા તો રાહુલે તે લોકોને ફ્લાઈંગ કિસ આપી. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જાેકે, લોકો તેને બે રીતે જાેઈ રહ્યા છે. કેયલાક લોકો મોદી-મોદીના નારા પર વધુ ધ્યાન આપી રહ્યા છે તો કેટલાક લોકો રાહુલ ગાંધીના આ અંદાજ પર.
વીડિયોમાં જાેઈ શકાય છે કે, કેવી રીતે લોકો પોતાના ઘરેથી મોદી-મોદીના નારા લગાવી રહ્યા હતા અને રાહુલ તેમને યાત્રામાં સામેલ થવા માટે કહા રહ્યા છે. જ્યારે તે લોકો યાત્રામાં નથી જાેડાતા ત્યારે રાહુલ તેમના તરફ ૩થી ૪ વખત ફ્લાઈંગ કિસ આપી છે. આ કરમિયાન યાત્રામાં લોકોની ભારે ભીડ જાેવા મળી હતી. લોકોએ રાહુલના આ વીડિયોને હાર્ટ બનીવીને ઘણી વખત રિટ્વીટ પણ કર્યો છે.
એક યુઝરે સવાલ કર્યો કે, શું પીએમ મોદી પણ આ જ અંદાજમાં રિએક્ટ કરતે જાે લોકો તેમની રેલીમાં રાહુલ-રાહુલના નારા લગાવતે? કોંગ્રેસની ભારત જાેડો યાત્રા આગામી બે અઠવાડિયા સુધી રાજસ્થાનમાં રહેશે. ત્યાં યાત્રા કુલ ૭ જિલ્લાને કવર કરશે અને કુલ ૫૨૦ સુધીની યાત્રા કરશે.