Western Times News

Gujarati News

રાહુલ રાજે કહ્યું પ્રત્યૂષા બેનર્જીના મૃત્યુ પછી જીવન બરબાદ થઈ ગયું

મુંબઈ, બાલિકા વધૂ સીરિયલમાં આનંદીનો રોલ કરનારી એક્ટ્રેસ પ્રત્યૂષા બેનર્જીનાકથિત આત્મહત્યા કેસે સૌને હચમચાવી નાખ્યા હતા. આ મામલે એક્ટ્રેસના બોયફ્રેન્ડ અને લિવઈન પાર્ટનર રાહુલ રાજ સિંહ પર ગંભીર આક્ષેપ લાગ્યા હતા. જાેકે, રાહુલે હંમેશા તેના પર લાગેલા આરોપો નકાર્યા હતા. હવે પ્રત્યૂષાના મોતના વર્ષો પછી રાહુલ રાજ નવા પ્રોજેક્ટમાં જાેવા મળવાનો છે.

આ દરમિયાન મીડિયા સાથે વાત કરતાં રાહુલે કહ્યું કે, પ્રત્યૂષાના મોત પછી તેનું કરિયર બરબાદ થઈ ગયું હતું. વિકાસ ગુપ્તા પર પણ પ્રોજેક્ટમાંથી તેને કઢાવી નાખવાનો આરોપ લગાવ્યો છે.

રાહુલ રાજ હવે સિંગર અંકિત તિવારીના મ્યૂઝિક આલ્બમ બેપરવાહ ૨માં જાેવા મળવાનો છે. આ દરમિયાન આજતક સાથે વાત કરતાં રાહુલે જણાવ્યું કે, પ્રત્યૂષા બેનર્જીના મોત પછી મારી જિંદગી ધરમૂળથી બદલાઈ ગઈ હતી. હું ખૂબ પરેશાન અને ડિસ્ટર્બ રહેવા લાગ્યો હતો. મને જિંદગીમાં કોઈ લક્ષ્ય નહોતું દેખાતું. જ્યારે એ પીડામાંથી બહાર આવ્યો ત્યારે કામ અંગે વિચાર્યું પરંતુ કામ નહોતું મળી રહ્યું.

ખૂબ સંઘર્ષ કર્યો છે અને ત્યારે જઈને મને આ ગીત મળ્યું છે. રાહુલ રાજ સિંહે દાવો કર્યો છે કે, તેને રિયાલિટી શો લૉક અપ ૧ ઓફર થયો હતો. મને એ શો ઓફર થયો હતો પરંતુ વિકાસ ગુપ્તાએ મારું પત્તુ કપાવી નાખ્યું. તેના દબાણના કારણે મારા હાથમાંથી એ શો જતો રહ્યો.

એટલું જ નહીં તેના લીધે મને કેટલાય શોમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પ્રત્યૂષા બેનર્જીએ કથિત રીતે ૧ એપ્રિલ ૨૦૧૬ના રોજ આત્મહત્યા કરી હતી. રાહુલે જણાવ્યું કે, જે દિવસે પ્રત્યૂષાનું મોત થયું તે પછીના ત્રણ દિવસ સુધી તેને કંઈ ભાન જ નહોતું.

ઊંઘની ગોળીઓ પણ અસર નહોતી કરતી. મારા પર આરોપ લગાવવામાં આવ્યો કે તેના મોત માટે હું જવાબદાર છું. પરંતુ એ કઈ રીતે શક્ય છે. અમે આ ઘટનાની એક રાત પહેલા જ પાર્ટી કરી હતી. અમારા બંને વચ્ચે બધું બરાબર હતું. પ્રત્યૂષા તેના માતાપિતાએ લીધેલા દેવાના લીધે પરેશાન હતી. હું તો તેને કાયમ સમજાવતો હતો કે આપણે બંને મળીને બધું સંભાળી લઈશું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.