આશિકી ૩માં કાર્તિક આર્યનની કાસ્ટિંગથી રાહુલ રોય ખુશ

મુંબઈ, બોલિવુડ એક્ટર રાહુલ રોય ભલે છેલ્લા ઘણા વર્ષોથી મોટા પડદાથી દૂર હોય પરંતુ એકસમય એવો હતો જ્યારે તેમની બોલબાલા હતી અને લાખો યુવતીઓ તેમની પાછળ ફિદા હતી. ૧૯૯૦માં રિલીઝ થયેલી ફિલ્મ આશિકીથી તેઓ રાતોરાત ફેમસ થઈ ગયા હતા.
આવી જ પોપ્યુલારિટી આ ફિલ્મની સીક્વલ ‘આશિકી ૨’થી ડેબ્યૂ કરનારા આદિત્ય રોય કપૂરને મળી હતી, જેમાં શ્રદ્ધા કપૂર ઓપોઝિટમાં હતી અને તેનો ડિરેક્ટર મોહિત સૂરી હતો. હવે, આ ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ બનવા જઈ રહી છે, જેમાં કાર્તિક આર્યન લીડ રોલમાં છે, જેનું ડિરેક્શન અનુરાગ બાસુ કરવાના છે. હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં રાહુલ રોયે મેકર્સને ઓરિજિનલ ફિલ્મનું મૂળ જીવંત રાખવાની વિનંતી કરી હતી.
ફિલ્મમાં કાર્તિક આર્યનની કાસ્ટિંગ વિશે ખુલીને વાત કરતાં રાહુલ રોયે કહ્યું હતું કે, તે પાત્રને જીવવા માટે એક્ટરને સંઘર્ષ કરવો પડશે. આજના દર્શકો માટે પ્રેઝ્ન્ટેશન નવીન અને ઉત્સાહિત હોય શકે છે અને તેમા કોઈ શંકાને સ્થાન નથી…પરંતુ તે પાત્ર જીવવું તે કાર્તિક માટે મોટું સંઘર્ષ હશે. કાર્તિક અદ્દભુત યુવાન કલાકાર છે. સારી ફિલ્મો પસંદ કરવી તે તેનો ઈતિહાસ રહ્યો છે.
મેં હજી સુધી તેની સાથે વાત નથી કરી પરંતુ ખૂબ જલ્દી મળીશ તેવી આશા છે. બોક્સઓફિસના આંકડા પણ કાર્તિકના પક્ષમાં કામ કરી રહ્યા છે. આ ફ્રેન્ચાઈઝીમાં પણ તે સારું કરે તેવી શુભેચ્છા પાઠવું છું’, તેમ પિંકવિલા સાથેની વાતચીતમાં રાહુલ રોયે કહ્યું હતું.
કાર્તિક આર્યને સપ્ટેમ્બર મહિનામાં સોશિયલ મીડિયા પર ફિલ્મની જાહેરાત કરી હતી. તેણે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું ‘અબ તેરે બિન જી લેંગે હમ…ઝહેર જિંદગી કા પી લેંગે હમ. આશિકી ૩, આ દિલ જીતનારી રહેવાની છે!! બાસુ દા (અનુરાગ બાસુ) સાથેની મારી પહેલી ફિલ્મ’. આ ફિલ્મ કાર્તિકનું અનુરાગ બાસુ સાથેનું પહેલું કોલેબરેશન છે.
કાર્તિક આર્યન છેલ્લે ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા ૨’માં કિયારા અડવાણી સાથે જાેવા મળ્યો હતો, જે આશરે ૧૫ વર્ષ પહેલા રિલીઝ થયેલી અક્ષય કુમાર અને વિદ્યા બાલનની હિટ ફિલ્મની સીક્વલ હતી. ભૂલ ભૂલૈયા ૨એ બોક્સઓફિસ પર જબરદસ્ત કમાણી કરી હતી.
અપકમિંગ ફિલ્મની વાત કરીએ તો, કાર્તિક આર્યન પાસે ક્રીતિ સેનન સાથેની ‘શહેઝાદા’ છે, આ સિવાય તે ફરી કિયારા સાથે ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’માં સ્ક્રીન શેર કરતો દેખાશે.SS1MS