લગ્ન માટે રાહુલે લઈ લીધી BCCI પાસેથી રજાઓ
મુંબઈ, સુનીલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટી લગભગ છેલ્લા ત્રણ વર્ષથી ક્રિકેટર કેએલ રાહુલને ડેટ કરી રહી છે. લાંબા સમયથી કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્નની ચર્ચાઓ ચાલી રહી છે. મીડિયામાં વિવિધ અહેવાલો વહેતા થયા છે જેમાં કપલના લગ્નની તારીખ વિશે અટકળો લાગી રહી છે.
અગાઉ ચર્ચા હતી કે આથિયા અને કેએલ રાહુલ ૨૦૨૨ના અંતે ડિસેમ્બર મહિનામાં લગ્ન કરશે. પરંતુ હવે લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે, આથિયા અને કેએલ રાહુલ જાન્યુઆરી ૨૦૨૩માં પરણવાના છે. લગ્ન માટે કેએલ રાહુલે BCCI પાસેથી રજા પણ માગી લીધી છે.
BCCIએ તેની રજાઓ મંજૂર કરી દીધી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી જાન્યુઆરીના પહેલા અઠવાડિયે લગ્ન કરવા જઈ રહ્યા છે. આથિયા સાથે લગ્ન કરવા માટે કેએલ રાહુલે રજાઓ પણ મંજૂર કરાવી લીધી છે.
કેએલ રાહુલ ભારતીય ક્રિકેટ ટીમનો વાઈસ કેપ્ટન છે. તેણે બાંગ્લાદેશ ટેસ્ટ સીરીઝ પછી રજા આપવા માટે BCCIને રજૂઆત કરી હતી. મતલબ કે કેએલ રાહુલ ભારતમાં યોજાનારી શ્રીલંકા સામેની ટી-૨૦ સીરીઝ અને વન ડે સીરીઝમાં સામેલ નહીં હોય. મીડિયા રિપોર્ટ મુજબ, કેએલ રાહુલ અને આથિયા જાન્યુઆરી ૨૦૨૩ના પહેલા અઠવાડિયામાં લગ્ન કરવાના છે.
BCCIના એક અધિકારીએ આ વાતની પુષ્ટિ પણ કરી છે. અધિકારીએ જણાવ્યું કે, કેએલ રાહુલે પોતાના અંગત કામ માટે રજા માગી છે. રિપોર્ટ પ્રમાણે, અધિકારીએ કહ્યું, “કેએલ રાહુલે પર્સનલ કમિટમેન્ટ માટે બ્રેક માગી છે. એટલે જ તે મેચ રમવા ન્યૂઝીલેન્ડ નથી ગયો. તેના કેટલાક ફેમિલી કમિટમેન્ટ્સ છે જે પૂરા કરવાના છે. મને નથી ખબર કે તે લગ્ન કરવાનો છે કે સહાઈ.
પરંતુ તેનું કેટલુંક અંગત કામ છે એટલું જ જણાવી શકું છું.” તાજેતરમાં જ સુનીલ શેટ્ટીએ વેબ સીરીઝ ‘ધારાવી બેંક’ની ઈવેન્ટમાં આથિયા અને કેએલ રાહુલના લગ્નની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું હતું કે, બંનેના લગ્ન જલ્દી જ થશે.
રિપોર્ટ મુજબ, આથિયા અને કેએલ રાહુલ સુનીલ શેટ્ટીના ખંડાલામાં આવેલા ફાર્મહાઉસમાં લગ્ન કરવાના છે. કપલના લગ્ન અંગત મિત્રો અને પરિવારજનોની હાજરીમાં યોજાશે.SS1MS