રાહુલ બિમાર માતાને મળીને ફરી ભારત જાેડો યાત્રામાં જાેડાયા

નવી દિલ્હી, ઉત્તર પ્રદેશમાંથી નીકળીને ભારત જાેડો યાત્રા ફરીથી હરિયાણા પહોંચી ગઈ છે પરંતુ આ દરમિયાન રાહુલ ગાંધી દિલ્હી જવા માટે રવાના થયા હતા. મળતી માહિતી અનુસાર તેમણે સોનિયાં ગાંધીથી તબિયત બગડતા પરત ફરવાનો ર્નિણય લીધો હતો. જાે કે નેતાઓનું કહેવું છે કે તેઓ શુક્રવારના રોજ હરિયાણા પરત ફર્યા છે. કન્યાકુમારીથી શરૂ થયેલી આ યાત્રા શ્રી નગરમાં સમાપ્ત થશે.
રાહુલ ગાંધી હરિયાણાના સનોલી ખુર્દ ગામમાં રોકાવાના હતા. રાજ્યસભા સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘ભારત જાેડો યાત્રા હરિયાણામાં પ્રવેશી ચૂકી છે પરંતુ રાહુલ ગાંધીને ગુરૂવારના રોજ રાત્રે દિલ્હી જવું પડશે કારણ કે સોનિયા ગાંધી બીમાર થઈ ગયા છે’.
તેમણે વધુમાં કહ્યું હતું કે યાત્રા ૬ જાન્યુઆરી, શુક્રવારના રોજ સવારે ૬ વાગે શરૂ થશે અને રાહુલ ગાંધી આજે પાણીપતમાં રેલીને સંબોધિત પણ કરશે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ યાત્રાની તૈયારીઓની સમીક્ષા કરી હતી. ભારત જાેડો યાત્રા હરિયાણામાં પોતાના બીજા ચરણના પ્રથમ દિવસે શુક્રવારના રોજ સનોલી-પાણીપત રોડથી શરૂ થઈ ગઈ છે. રાહુલ ગાંધીની આગેવાનીમાં આ યાત્રાએ ગુરૂવારના રોજ સાંજે ઉત્તરપ્રદેશથી હરિયાણામાં ફરીથી પ્રવેશ કર્યો હતો. રાત્રિ રોકાણ બાદ આ યાત્રા પાણીપતમાં સનોલી સીમાથી ફરીથી શરૂ થઈ હતી.
હરિયાણાના અનેક વરિષ્ઠ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે પદયાત્રામાં સામેલ થયા હતા. હુડ્ડાએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી પોતાની બીમાર માતાને મળવા માટે ગુરૂવારના રોજ રાત્રે દિલ્હી રવાના થયા હતા. તેઓ આ યાત્રામાં ભાગ લેવા માટે આજે સવારે પરત ફર્યા હતા.