બાવળાના એમેઝોન વેરહાઉસમાં દરોડા: BIS વગરની 5834 આઈટમો મળી

જેમાં બીઆઈએસની ટીમે એમેઝોન વેરહાઉસ માંથી ૫૮૩૪ બિનપ્રમાણિત ઉત્પાદનો જપ્ત કર્યા હતા.
(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સના અધિકારીઓની ટીમ દ્વારા ગઈકાલે ગુરુવારે (૨૭ માર્ચ, ૨૦૨૫) બાવળાના રાજોડા ગામ ખાતે આવેલાં મેસર્સ એમેઝોન સેલર સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડમાં દરોડા પાડવામાં આવ્યા હતા. Raid at Amazon warehouse in Bavla: 5834 items found without BIS
જેમાં બીઆઈએસની ટીમે એમેઝોન વેરહાઉસ માંથી ૫૮૩૪ બિનપ્રમાણિત ઉત્પાદનો જપ્ત કર્યા હતા.
અમદાવાદના બાવળાના રાજોડા ગામ ખાતે આવેલા મેસર્સ એમેઝોન સેલર સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડમાં ઘરેલું ઉપયોગ માટે ૫૬૩ ઇન્સ્યુલેટેડ ફ્લાસ્ક, ફૂડ પેકેજિંગ માટે ૩૫૩૬ એલ્યુમિનિયમ ફોઇલ, ૭૭૯ ડોમેસ્ટિક સ્ટેનલેસ સ્ટીલ વેક્્યૂમ ફ્લાસ્ક/બોટલ, ૧૫૨ પ્લાસ્ટિક ફીડિંગ બોટલ, ૬૧૩ ઇલેક્ટિÙક રમકડાં અને ૧૯૧ નોન-ઇલેક્ટિÙક રમકડાં સહિત કુલ ૫૮૩૪ કન્ઝ્યુમર ગૂડ્ઝ ફરજિયાત બીઆઈએસસ્ટાન્ડર્ડ માર્ક વિના સંગ્રહિત હોવાનું જાણવા મળ્યું હતું.
આ પછી બીઆઈએસની ટીમે એન્ફોર્સમેન્ટ દરોડા પાડીને બીઆઈએસસ્ટાન્ડર્ડ માર્ક વિના સંગ્રહિત કરી અને વેચાણ કરતા રૂ.૫૫ લાખની કિંમતના ઉત્પાદનો જપ્ત કરવામાં આવ્યા હતા.
ફર્મએ બીઆઈએસ એક્ટ ૨૦૧૬ની કલમ ૧૭નું સ્પષ્ટ ઉલ્લંઘનમાં જણાવાયું છે કે, બીઆઈએસસ્ટાન્ડર્ડ માર્ક વિના ક્્યુસીઓ હેઠળ આવરી લેવામાં આવેલા માલના વેચાણ, સંગ્રહ અથવા વિતરણ પર પ્રતિબંધ છે.