Western Times News

Gujarati News

પત્રકારોને ધમકી આપનારાઓ સામે કાર્યવાહીઃ૧૦ સ્થળોએ દરોડા

Srinagar: Security personnel stand guard along a road during restrictions in Downtown Srinagar, Friday, March 1, 2019. Authorities have imposed restrictions in parts of the city as a precautionary measure in view of apprehensions of law and order after the Centre banned Jamaat-e-Islami Jammu and Kashmir for five years. (PTI Photo/S Irfan)(PTI3_1_2019_000068B)

(એજન્સી) જમ્મુ, કાશ્મીરમાં સક્રિય મીડીયા કર્મચારીઓને ધમકી આપનારા અને આ ષડયંત્રમાં સામેલ આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. જમ્મુ-કાશ્મીર પોલીસે કાશ્મીરના શ્રીનગર, અનંતનાગ, અને કુલગામ જીલ્લામાં દસ સ્થળોએ દરોડા પાડવાનુૃ શરૂ કયુ છે. કાશ્મીર ઝોન પોલીસેેે તેની માહિતી શેર કરી છે.

તાજેતરમાં જ કાશ્મીરી પત્રકારોને ભારત તરફી ગણાવીનેેે તુર્કીમાં હીટ લીસ્ટ તૈયાર કરવામાં આવ્યુ હતુ. આ હીટ લીસ્ટ આતકી મુખ્તાર બાબાએ તૈયાર કર્યુ હતુ. એટલુ જ નહીં કાશ્મીરના કેટલાંક પત્રકારો અને કાશ્મીર ફાઈટ બ્લોગ સાથે જાેડાયેલા રાષ્ટ્ર વિરોધી દળોએેેે પણ આ હીટ લીસ્ટ બનાવવામાં મદદ કરી હતી.

આ પછી સુરક્ષા એજન્સીઓએ મુખ્તાર બાબાના સતત સંપર્કમાં રહેલા છેે. પત્રકારોની યાદી સ્થાનિક એજન્સીઓનેે સોંપી હતી. તેમાંથી સુરક્ષા એજન્સીઓએ ગુરૂવારેે તેમની ઓળખ કરી હતી.

થોડા સમય બાદ આ બંન્ને પત્રકારોની અટકાયત કરીનેેેે પૂછપરછ હાથ ધરી હતી. આ જ કારણ છે કે આ સંદર્ભમાં આજે શ્રીનગર અનંતનાગ અને  કૂલગામ જીલ્લામાં દસ સ્થળોએ પોલીસે દરોડા પાડ્યા છે. મીડીયા કર્મીઓનેે ધમકાવવાના કાવતરામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની આજે ધરપકડ કરવામાં આવે એવી શક્યતાઓ છે.

ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં ફેલાયેલ આતંકવા સામે ે મુખ્તાર બાબાનો જૂનો સંબંધ છે. વર્ષ ૧૯૯૦માં બાબાએે થોડો સમય કાશ્મીરની જેલમાં પણ વિતાવ્યો હતો. ભારતથી ભાગતા પહેલાં મુખ્તાર બાબાએ રેટર કાશ્મીર અને કાશ્મીર ઓબ્જર્વર સહિત અનેક મીડીયા સંસ્થાઓમાં કામ કર્યુ છે. આ જ કારણ છે કે તેની પાસે કાશ્મીરમાં સક્રિય મીડીયા કર્મચારીઓ વિશે ઘણી માહિતીઓ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.