CM ભૂપેશ બઘેલની નજીકના ઓફિસરોના ઠેકાણા પર રેડ
નવી દિલ્હી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ છત્તીસગઢમાં મોટી કાર્યવાહી કરી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, મંગળવારે સવારે ૭ વાગ્યાથી કાર્યવાહી ચાલુ છે. EDની ટીમો ૧૨થી વધુ સ્થળોએ હાજર છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર EDએ સીએમ ભૂપેશ બઘેલના નજીકના અધિકારીઓના અડ્ડાઓ પર દરોડા પાડ્યા છે. જેમના ઠેકાણા પર ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે તેમાં ઘણા IAS અધિકારીઓ અને કેટલાક બિઝનેસમેનનો સમાવેશ થાય છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મંગળવારે સવારે છત્તીસગઢમાં ઘણાED અધિકારીઓ પર દરોડા પાડ્યા હતા.
જેમાં રાયગઢ કલેક્ટર રાનુ સાહુનું નામ પણ સામેલ છે.તેમના સિવાય ખાણ વિભાગના અધિકારી જેપી મૌર્ય, ચિપ્સ અધિકારી સમીર બિશ્નોઈ, સૂર્યકાંત તિવારીના સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ઈડ્ઢની ટીમો પહોંચી ગઈ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર થોડા સમય પહેલા EDએ ગેરકાયદેસર માઈનિંગને લઈને સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. આ જ સર્ચમાં મળેલા પુરાવા બાદ મંગળવારે EDએ ઘણા બિઝનેસમેન અને અધિકારીઓ વિરુદ્ધ દરોડાની આ કાર્યવાહી કરી છે.
PM કિસાન સન્માન નિધિનો ૧૨મો હપ્તો તમામ ખેડૂતોના ખાતામાં પહોંચ્યો નથી. ખેડૂતો આ હપ્તાની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. ખેડૂતોને આશા છે કે ટૂંક સમયમાં ખાતામાં હપ્તો આવી જશે.
રિપોર્ટ અનુસાર ૧૭ ઓક્ટોબર પછી ખેડૂતોના ખાતામાં ૧૨મો હપ્તો આવવાની આશા છે. હપ્તા અંગે સરકારની આગામી યોજના શું છે? આના પર વાત કરીએ. એવી પૂરી સંભાવના છે કે સરકાર દિવાળી પહેલા પીએમ કિસાન સન્માન નિધિનો ૧૨મો હપ્તો બહાર પાડશે. જાે કે, કોઈ નિશ્ચિત સમય આપવામાં આવ્યો નથી.
હવે જે રિપોર્ટ સામે આવ્યો છે તે મુજબ કેન્દ્ર સરકાર ૧૭ ઓક્ટોબર પછી ખેડૂતોના ખાતામાં યોજનાના ૧૨મા હપ્તાના પૈસા આપવાનું શરૂ કરશે.SS1MS