Western Times News

Gujarati News

મકરબાથી SG હાઈવે સુધીના રેલવે ઓવરબ્રિજના કામોમાં ઝડપ વધી

File Photo

મ્યુનિસિપલ કોર્પાેરેશનના ‘ફાટકમુક્ત અમદાવાદ’ અભિયાન હેઠળ અમદાવાદ-બોટાદ રેલવે લાઈન પર વિભિન્ન પ્રોજેક્ટ હાથ ધરાયા

(એજન્સી)અમદાવાદ, આપણું અમદાવાદ વિકાસની દ્રષ્ટિએ સતત હરણફાળ ભરી રહ્યું છે. શહેરમાં ચારે તરફ ગગનચુંબી ઈમારતોનું સામ્રાજ્ય છવાયું છે. બીજી તરફ પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસના એએમટીએસ, બીઆરટીએસ અને મેટ્રો ટ્રેન એણ ત્રણ-ત્રણ વિકલ્પ મળ્યા હોવા છતાં પણ તે ખાસ બહુ અસરકારક બન્યા નથી. પરિણામે વધુને વધુ લોકો નોકરી-ધંધાના સ્થળે જવા માટે અંગત વાહનો વસાવી રહ્યાં છે.

આના પગલે મ્યુનિસિપલ કોર્પાેરેશનના સત્તાવાળાઓ પણ ટ્રાફિકની સરળ અવરજવર માટે શહેરમાં રોજેરોજ ટ્રાફિક ડ્રાઈવ ચલાવી રહ્યાં છે, આની સાથે-સાથે નિતનવા બ્રિજ પ્રોજેક્ટને અમલમાં મૂકી રહ્યા છે. ખાસ કરીને અમદાવાદ શહેરની વચ્ચોવચથી પસાર થતી અમદાવાદ-બોટાદ રેલવે લાઈન સહિતની રેલવે લાઈન પરનાં ક્રોસિંગ ખાતે રેલવે ઓવરબ્રિજ અને રેલવે અંડરપાસ મ્યુનિ. તંત્ર દ્વારા બનાવાઈ રહ્યાં છે,

જેમાં રેલવે સત્તાવાળાઓ પણ પૂરાતે સહકાર આપે છે. આ બંનેના સંયુક્ત ઉપક્રમથી હવે મ્યુનિસિપલ સત્તાધીશોએ અમદાવાદ-બોટાદ રેલવે લાઈન પર ટોરેન્ટ પાવર મકરબાથી કોર્પાેરેટ રોડ – એસજી હાઈવે વચ્ચે આવેલા રેલવે ક્રોસિંગ નં. ૨૪ પર ફોર લેન રેલવે ઓવરબ્રિજ બનાવવાનો ધમધમાટ શરૂ કર્યાે છે. અમદાવાદ -બોટાદ રેલવે લાઈન પર ગાંધીનગર, ઘાટલોડિયા, નારણપુરા, નવરંગપુરા, એલિસબ્રિજ અનએ વેજલપુર વિધાનસભા મત વિસ્તારના હેઠલ કુલ ૩૩ રેલવે ક્રોસિંગ આવેલાં છે, જે પૈકી ગાંધીનગર વિધાનસભા મત વિસ્તાર હેઠળ આઈઓસી-ચેનપુર ખાતે રેલવે અંડરપાસ બનાવવામાં આવ્યો છે,

જ્યારે ઘાટલોડિયામાં રેલવે લેવલ ક્રોસિંગ નં. ૨, ૩, ૪ અને ૫ તથા નિર્ણયનગર અંડરપાસનો સમાવેશ થાય છે, જ્યારે નારણપુરા વિધાનસભા મત વિસ્તારમાં અખબારનગર અંડરપાસ, રેલવે લેવલ ક્રોસિંગ નં. ૬, ૮, ૯, ૧૦ તેમજ નારણપુરા, ઉસ્માનપુરા, ઈન્કમટેક્સ અંડરપાસનો સમાવેશ થાય છે. એલિસબ્રિજ વિધાનસભા મતવિસ્તારમાં મીઠાખળી અંડરપાસ,  ગુજરાત કોલેજ અંડરપાસ, માદલપુર અંડરપાસ, પરિમલ અંડરપાસ, શ્રેયસ ક્રોસિંગ અંડરપાસ અને રેલવે લેવલ ક્રોસિંગ નં. ૧૫, ૧૭, ૧૮ નો સમાવેશ થાય છે.

જ્યારે વેજલપુર વિધાનસભા મત વિસ્તારમાં રેલવે લેવલ ક્રોસિંગ નં. ૨૦, ૨૧, ૨૨, ૨૨૩, ૨૪, ૨૫, ૨૬ ૨૭, ૨૮, અને ૩૦ નો સમાવેશ થાય છે, જે પૈકી ટોરેન્ટ પાવર પાસેના રેલવે ક્રોસિંગ નં. ૨૪ પર ઓવરબ્રિજ બનાવવાના કામનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.

આ બ્રિજના નિર્માણ પાછળ રૂા. ૮૦.૬૩ કરોડ ખર્ચાશે, જેના કોન્ટ્રાક્ટર આશિષ બ્રિજકોન પ્રાઈવેટ લિમિટેડ, પ્રોજેકટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ, કસાડ કન્સલ્ટન્ટ અને કન્સલ્ટન્ટ ડેલ્ફ કન્સલ્ટન્ટ ગત ૧૧ જાન્યુઆરી ૨૦૨૩થી આ પ્રોજેક્ટનો પ્રારંભ થયો હોઈ તેને નવેમ્બર-૨૦૨૫માં પૂર્ણ કરાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.