ઓખા-જયપુર ટ્રેનને સિદ્ધપુરમાં સ્ટોપ અપાતા રેલવે મુસાફરો ખુશ

પાટણના સાંસદ દ્વારા વડાપ્રધાન અને રેલવે મંત્રીનો આભાર વ્યક્ત કરાયો
પાટણ, પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહજી ડાભી દ્વારા પાટણ સંસદીય મત વિસ્તારના સિદ્ધપુર રેલવે સ્ટેશનથી પસાર થતી ઓખા-જયપુર એક્સપ્રેસ વીકલી ટ્રેન નંબર ૧૯૫૭૩/૧૯ જે ટ્રેનનું સિદ્ધપુર રેલવે સ્ટેશને સ્ટોપેજના હોવાના લીધે આ ટ્રેનનો લાભ સ્થાનિક લોકોને મળતો નહોતો.
જાે આ ટ્રેનને સિદ્ધપુર સ્ટેશન ઉપર સ્ટોપેજ મળે તો સિદ્ધપુરવાસી અને જિલ્લાના લોકો દ્વારકાની યાત્રા દર્શનનો લાભ લઈ શકે તેમ હોય સિદ્ધપુરવાસી અને જિલ્લાના લોકોની માંગણીને ધ્યાને રાખીને આ ટ્રેનને સિદ્ધપુર રેલવ સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવે તે
બાબતની લેખિત રજૂઆત પાટણ સાંસદ દ્વારા કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ તથા કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશને કરવામાં આવતા આ રજૂઆતને ધ્યાને રાખીને રેલવે વિભાગ દ્વારા આગામી તા.૧પ-૮-ર૦ર૩ના રોજથી સિદ્ધપુર રેલવે સ્ટેશનને આ ટ્રેન સેવાનો લાભ મળી રહેશે.
આ ટ્રેનનો ટાઈમ ટેબલ ટ્રેન નંબર ૧૯૫૭૩ ઓખાથી પ્રસ્થાન કરશે અને મંગળવારે સવારે સિદ્ધપુર સ્ટેશને ૦૬ઃર૯ કલાકે પહોંચશે અને ૦૬ઃ૩૧ કલાકે સિદ્ધપુરથી ઉપડશે અને જયપુર માટે રવાના થશે. ટ્રેન નંબર ૧૯પ૭૪ જયપુરથી સિદ્ધપુર સ્ટેશન પર બુધવારે રાત્ર ૦૧ઃપ૬ કલાકે પહોંચશે
અને ૦૧ઃપ૮ કલાકે ઉપડશે અને વાયા દ્વારકા થઈ ઓખા સ્ટેશન પહોંચશે. ટ્રેનને સ્ટોપેજ આપવા બદલ પાટણ સાંસદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજી તથા કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશનો આભાર વ્યક્ત કર્યો હતો.