Western Times News

Gujarati News

રેલવે પ્રોટેક્શન ફોર્સની મોટરસાઈકલ રેલીને ડીજીપી ગુજરાત પોલીસ દ્વારા ઝંડી બતાવીને રવાના કરવામાં આવી

આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.દેશભરમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ચાલી રહેલી ઉજવણીને ધ્યાનમાં રાખીને આજે 01.08.2022ના રોજ રેલવે પ્રોટેક્શન ફોર્સની મોટરસાયકલ રેલીને સાબરમતી આશ્રમ, અમદાવાદ થી ડીજીપી ગુજરાત પોલીસ શ્રી આશિષ ભાટિયા દ્વારા લીલી ઝંડી બતાવીને રવાના કરવામાં આવી હતી.

આ રેલીમાં ખાસ યુનિફોર્મમાં 20 બુલેટ  સવાર અને 20 પિલિયન્સ 11 દિવસમાં લગભગ 1430 કિમીનું અંતર કાપવાના મિશન પર નીકળ્યા છે. આ મોટરસાઇકલ  રેલી અન્ય અર્ધલશ્કરી દળોની સામૂહિક બાઈક રેલીમાં જોડાવા માટે 11.08.2022ના રોજ રાષ્ટ્રીય પોલીસ સ્મારક, ચાણક્યપુરી, નવી દિલ્હી ખાતે સમાપ્ત થશે.બાઇક રેલી ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને હરિયાણા રાજ્યો અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાંથી પસાર થશે

આ પ્રસંગે એડીજી/ઈન્ટેલિજન્સ ગાંધીનગર શ્રી અનુપમ સિંહ ગેહલોત, આઈજી-કમ-પીસીએસસી/આરપીએફ/પશ્ચિમ રેલવે શ્રી પ્રવીણ ચંદ્ર સિંહા, ડીઆરએમ શ્રી તરુણ જૈન, વરિષ્ઠ વિભાગીય સુરક્ષા કમિશનર શ્રી સરફરાઝ અહેમદ અને રેલવે અધિકારીઓ અને કર્મચારીઓ તથા પ્રેસ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હાજર હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.