રેેલ્વે તંત્ર આકરા પાણીએઃ ચાલુ ટ્રેનમાં પેસેન્જરને તંગ કરતા ફેરિયાઓ સામે કાર્યવાહી
રેલ્વે પોલીસે રેલ્વે સ્ટેશનમાં બિનઅધિકૃત રીતે ખાણીપીણી તેમજ કપડાનું વેચાણ કરતા દસ લોકો વિરૂધ્ધ ફરીયાદ કરી
(એજન્સી) અમદાવાદ, કાલુપુર રેલ્વે સ્ટેશનમાં ચોરી, લૂંટ, સ્નેચીંગના બનાવો દિવસેને દિવસે વધતી રહ્યા છે. જેનેે રોકવા સ્પશ્યલ ઈન્વેસ્ટીંગેશન ટીમની રચના કરવામાં આવી છે. ત્યારે ટ્રેનમાં બિનઅધિકૃત રીતે ખાણીપીણીની ચીજવસ્તુઓ વેચતા લોકો ઉપર પણ રેલ્વે તંત્રે લાલ આંખ કરી છે. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા પેસેન્જરોને હેરાનગતિ થાય તેે રીતે જાેરજાેરથી બુમો પાડીને ખાણીપીણીની ચીજવસ્તુઓનું વેચાણ કરતાં દસ ફેરિયાઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રેલ્વે સ્ટેશનમાં ફેરિયાની ખાણીપીણીની ચીજવસ્તુઓ વેચવા માટેે પરમિશન આપવામાં આવતી હોય છે. પોલીસેેે જે દસ લોકો વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે એમની પાસે રેલ્વે તંત્રની પરમિશન નથી.
ટ્રેનમાં મુસાફરી કરતા સમયેેે ચા, પાણી, નાસતા, રમકડા, કપડાં, વેચવા માટે ફેરિયા આવતા હોય છે. આ ફેરિયાઓ પોતાનો ધંધો કરવા માટે મોડી રાતે ટ્રેનમાં બુમાબુમ કરતાં હોય છે. જેના કારણે પેસેન્જરોની ઉંઘ ખરાબ થઈ જતી હોય છે. દિવસે પણ પેસેન્જરોને હાલાકીનો સામનો કરવો પડે એ રીતે ફેરિયાઓ બુમાબુમ કરતાં હોય છે. ફેરિયાએ ધંધો કરવા માટેે પોતાની હદ પણ નક્કી કરી લીધી હોય છે. જેના કારણે ધંધાકીય અદાવત ઉભી થાય નહીં. રેલ્વે સ્ટેશનમાં ચા, પાણી, નાસ્તો કે પછી કોઈપણ ચીજવસ્તુ વેચવી હોય તો તંત્ર તેમજ પોલીસની મંજુરી લેવી પડતી હોય છે. રેલ્વે તંત્રની મંજુરી વગર રેલ્વે સ્ટેશનમાં કે પછી ટ્રેનમાં ચીજવસ્તુઓનું વેચાણ કરવું ગુનો બને છે. તેમ છતાંયે કેટલાંક લોકો બિન્ધાસ્ત રીતે વેચાણ કરે છે.
રેલ્વે સ્ટેશનને ક્લિન કરવા માટે પોલીસ એકશન પ્લાન બનાવી રહી છે. જેના ભાગરૂપેે એક સ્પેશ્યલ ડ્રાઈવ રાખી છે. જેમાં ગેરકાયદેેસર ટ્રેનમાં ચીજવસ્તુઓનું વેચાણ કરતા ફેરિયાઓ વિરૂધ્ધ પણ કાર્યવાહી શરૂ કરી દીધી છે. રેલ્વે પલીસે ર૪ કલાકમાં એક મહિલા સહિત ૧૦ લોકો વિરૂધ્ધ ફરીયાદ નોંધી છે. તમામ લોકો તંત્રની પરમિશન લીધા વગર ટ્રેનમાં ચીજવસ્તુઓનું વેચાણ કરી રહ્યા હતા.
પોલીસે ગુનાખોરીને રોકવા માટે વૉચમાં છે ત્યારે પેસેન્જરોને અડચણ ઉભી થાય એ રીતે ફેરિયા આવી ગયા હતા. પોલીસે તમામ ફેરિયાઓની પૂછપરછ કરીને તેમની પાસેથી વસ્તુ વેચવા માટેની પરમિશન માંગી હતી. ફેરિયાઓ પાસે વસ્તુ વેચવાની પરમિશન ન હોવાથી રેલ્વે પોલીસે તમામ વિરૂધ્ધ ગુનો દાખલ કરવાનું શરૂ કરી દીધું છે. ર૪ કલાકમાં દસ ફેરીયા વિરૂધ્ધ ગુનો દાખલ કરાયો છે. જેમાં મોટ ભાગના ફેરીયા રેલ્વે સ્ટેશનની આજુબાજુમાં જ રહેતા હોય છે.
પોલીસે મુવિન ઈસ્માઈલ, સન્ની જગમહિત્રે કુશ્વાહ, રંબીસિંહ રાજવત, અબ્દુલ હમીદ શેખ, રણજીત શ્રીગંગા મહેતા, સુનિતાબેન પટણી, માનારામ મીણા, સલીમ ઈસ્માઈલ શાભઈ, શોએબ શાભાઈ અને વિનોદગીરી ગોસ્વામી નામના ફેરિયાઓ વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે. તમામ લોકો હાવડા એક્ષપ્રેસ ટ્રેન, પુરી-ઓખા એક્સપ્રેસ ટ્રેન, આશ્રમ એક્ષપ્રેસ, સંકલ્પ ફાસ્ટ પેસેન્જર, સ્પેશ્યલ ટ્રેનમાં સમોસા, પાણી ચા, ચીકુ, ચણાની દાળ તેમજ ટોપી અને મોજા વેચતા હતા.