Western Times News

Gujarati News

સાબરમતી સહિત ૧પ સ્ટેશન પર જનરલ ટીકીટ વેચવાનું કામ ખાનગી કંપની કરશે

Western Railway Sabarmati Station Ahmedabad gujarat

મણીનગર સ્ટેશન પર ૧ વર્ષ જયારે સાબરમતી સહિતનાં અન્ય સ્ટેશનો પર ત્રણ વર્ષ માટે ખાનગી કર્મચારીની નિમણુંક કરાશે

(એજન્સી)અમદાવાદ, સરકાર દ્વારા રેલવેમાં ખાલી પડતી જગ્યાએ સરેન્ડર કરવાની સાથે અનેક કામગીરી ખાનગી કંપનીઓને સોપવામાં આવી છે. અમદાવાદ ડીવીઝનમાં જનરલ ટીકીટોનું વેચાણ ખાનગી વ્યકિતઓ કે કંપનીઓને સોપવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે.

જેમાં પ્રથમ તબકકામાં રેલવે દ્વારા મણીનગર, સાબરમતી સહીત ડીવીઝનના ૧પ સ્ટેશનો પર જનરલ ટીકીટોનો વેચાણ માટે સ્ટેશન ટીકીટ બુકીગ એજન્ટ એસટીબીએની નિમણુંક કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. મણીનગર સ્ટેશન પર એક વર્ષ માટે જયારે સાબરમતી સહીત અન્ય સ્ટેશનો પર હાલ ત્રણ વર્ષ માટે એસટીબીઓને નિમણુંક કરાશે.

સરકાર દ્વારા રેલવે ટ્રેક તેમ જ સ્ટેશન નિર્માણ, સફાઈ,ઓનબોર્ડ હાઉસ કીપીંગ સ્ટાફ ગેટમેન સહીતઅનેક ક્ષુેત્રનાં ખાનગી કંપનીઓને કામગીરી સોપવામાં આવી છે. હવે રીઝર્વેશન ટીકીટનું વેચાણ લગભગ ૮૦ ટકા ઓનલાઈન થઈ રહયું છે. ત્યારે હવે રેલવે દ્વારાશ જનરલ ટીકીટોના વેચાણ માટે પણ ખાનગી કંપનીઓને કામગીરી સોપવાની પ્રક્રિયા શરૂ કરી છે.

જેના માટે અરજદાર ૧૮ વર્ષથી વધુ ઉંમરનો અને ઓછામાં ઓછું ધો.૧૦ પાસ હોવો જાેઈએ. સાથે જે કોઈ ગુનાહીત ઈતિહાસ ન હોવાનું પ્રમાણપત્ર સ્થાનીક પોલીસ મથકમાંથી મેળવી અરજી સાથે રજુ કરવાનું રહેશે.ઢ થોડા સમય પહેલાં સ્ટેશનો પર ટીકીટ વેન્ડીગ મશીન મુકવામાં આવ્યું હતું,

પરંતુ લોકો તરફથી પ્રતીસાદ ન મળતા હાલ તમામ મશીનો ધુળ ખાઈ રહી છે. મણીનગર સ્ટેશન પર પશ્ચિમ બાજુએ બેકાઉન્ટર માટે સવારે ૬થીબપોરે ર વાગ્યા સુધી એસટીબીએની નિમણુંક કરાશે. સાબરમતી અને કલોલ સ્ટેશન પર સવારે ૬થીબપોરે ર વાગ્યા સુધી આંબલી રોડ સ્ટેશન પર બપોરે ર થીરાત્રે ૧૦ વાગ્યા સુધી ડભોડા પર સવારે ૭થીબપોરે ૧ર વાગ્યા અને સાંજે ૪થીરાત્રે ૯ વાગ્યા સુધી ભંકોડા, છારોડી, દેત્રોજ સહીતના અન્ય સ્ટેશન પર ચોવીસ કલાક એસટીબીએની નિમણુંક કરાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.