Western Times News

Gujarati News

Railway Timing: અમદાવાદ-સુરત સેક્શનમાં કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર

પશ્ચિમ રેલવે  દ્વારા મુસાફરોની સુવિધા માટે,અમદાવાદ-સુરત સેક્સનમાં અમદાવાદ, આણંદ, વડોદરા સ્ટેશનો પર કેટલીક ટ્રેનોના આગમન અને પ્રસ્થાન સમયમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે છે.જેની વિગતો નીચે મુજબ છે.:-

1. ટ્રેન નં. 20910 પોરબંદર-કોચુવેલી 23 ફેબ્રુઆરી 023 થી આગમન પ્રસ્થાનનો સમય અમદાવાદ સ્ટેશન પર 03.05/03.15 કલાકના બદલે 03:05/03:10 કલાકે, આનંદ સ્ટેશન પર 04:18/04:20 ના બદલે 04:13/04:15 કલાકે તથા વડોદરા સ્ટેશન પર 04:58/05:08 કલાક ના બદલે 05:01/05:11 કલાકે રહેશે. railway-timing-Ahmedabad Surat Section

2. ટ્રેન નં. 22956 ભુજ-બાંદ્રા ટર્મિનસ કચ્છ એક્સપ્રેસનો 23 ફેબ્રુઆરી 2023થી વડોદરા સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 04.48/04.53 ના બદલે 04.45/04.50 કલાકનો રહેશે.

3. ટ્રેન નંબર 19578 જામનગર-તિરુનેલવેલી એક્સપ્રેસ ટ્રેનનો 24 ફેબ્રુઆરી 2023થી આગમન-પ્રસ્થાનનો સમય અમદાવાદ સ્ટેશન પર 03.05/03.15 કલાકને બદલે 03.05/03.10 કલાકે તથા વડોદરા સ્ટેશન પર 04:58/05:08 કલાકના બદલે 05:01/05:11 કલાકનો રહેશે.

ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સંચાલન  સમય વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને

www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.