રેલવે દ્વારા અનરિઝર્વ્ડ યાત્રીઓની સુવિધા માટે વર્ષમાં 1900 કોચ જોડવામાં આવ્યા
વધારાના સામાન્ય ડબ્બા આનાથી સમાજના આર્થિકરૂપે અશક્ત વર્ગો માટે બહેતર પહોંચ અને સુવિધા સુનિશ્ચિત થશે
વર્ષ 2024-25 માં 1900 થી વધારે નૉન-એસી કોચ વધારવામાં આવી રહ્યા છે, જેમાં 384 ઈએમયુ કોચ અને 185 મેમૂ કોચ હશે તથા આનાથી લગભગ 72 લાખ યાત્રી લાભ મેળવશે
રેલવે દ્વારા નૉન-એસી કોચ માટે 2:3 અને એસી કોચ માટે 1:3 નું ગુણોત્તર જાળવી રાખતાં આર્થિકરૂપે અશક્ત વર્ગો અને અન્ય લોકો માટે સુવિધાઓના વિસ્તરણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. સામાન્ય ડબ્બાઓમાં વધતી માંગને પૂરી કરવા માટે એક સ્પેશિયલ મેન્યુફેક્ચરીંગ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે.
આ નાણાંકિય વર્ષમાં 1914 કોચ પહેલેથી જોડાવામાં આવી ચુક્યા છે, જેમાં 384 ઈએમયુ કોચ અને 185 મેમૂ કોચ છે, જે અનરિઝર્વ્ડ શ્રેણીના યાત્રીઓ માટે સુવિધા સુનિશ્ચિત કરે છે. આનાથી લગભગ 72 લાખ યાત્રી લાભ મેળવશે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી વિનીત અભિષેક દ્વારા આપવામાં આવેલ એક પ્રેસ રીલિઝ મુજબ, રેલવે યાત્રા પ્રત્યે સામાન્ય જનતાની સતત વધતી માંગને ધ્યાનમાં રાખતાં દેશભરના તમામ રેલવે ઝોન અને ડિવિઝનોમાં વધારાના સામાન્ય ડબ્બાઓ વધારવાની પ્રક્રિયા ચાલી રહી છે.
આ ક્રમમાં, પશ્ચિમ રેલવે દ્વારા પાછલા છ મહીનાઓમાં એટલે કે જુલાઈથી ડિસેમ્બર સુધી 78 જોડી ટ્રેનોમાં સામાન્ય શ્રેણી (GS) ના લગભગ 150 નવા વધારાના ડબ્બા જોડવામાં આવ્યા છે. આનાથી પ્રત્યેક દિવસે હજારો વધારાના યાત્રી લાભ મેળવી રહ્યા છે.