ગુજરાતમાં દારુ ઘૂસાડવા બુટલેગરો અજમાવી રહ્યા છે આવા રસ્તાઓ
પોલીસને જાેઈ મુસાફર બેગ મૂકીને ફરાર થઈ ગયોઃ પોલીસે બેગ તપાસી તો વિદેશી દારુની ૨૫ બોટલો મળી
(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં દારુ ઘૂસાડવા માટે બુટલેગરો નિત નવા કિમિયા અપનાવતા હોય છે. ગુજરાતમાં દારુ ઘૂસાડવાના અનેક કિસ્સાઓ રોજબરોજ સામે આવતા હોય છે. ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. હવે ગુજરાતમાં દારુ ઘૂસાડવા માટે રેલવેના માધ્યમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
Railways are being used to smuggle liquor in Gujarat.
કાલુપુર રેલવે સ્ટેશન પર દારુના જથ્થા સાથે આવેલો મુસાફર પોલીસને જાેઈને આ જથ્થો મૂકીને ફરાર થઈ ગયો હતો. આ મુસાફર બેંગ્લોર-જાેધપુર એક્સપ્રેસમાં દારુના જથ્થા સાથે આવ્યો હતો, પરંતુ પોલીસને જાેતા તે ડરી ગયો હતો અને દારુનો જથ્થો મૂકીને ભાગી ગયો હતો. જ્યારે બીજા એક કેસમાં સાબરમતી રેલવે સ્ટેશન પરથી પોલીસે દિલ્હીથી આવેલા એક મુસાફરને દારૂ સાથે ઝડપી પાડ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર શુક્રવારે સવારે સાડા પાંચ વાગે બેંગ્લોર-જાેધપુર એક્સપ્રેસ આવી હતી. આ ટ્રેનમાંથી ઉતરી રહેલા મુસાફરોનુ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. આ જ સમયે બેંગ્લોર-જાેધપુર એક્સપ્રેસના જનરલ કોચમાંથી એક મુસાફર ઉતર્યો હતો.
આ મુસાફરના હાથમાં બે થેલા હતા. આ મુસાફર પાસે રહેલા થેલામાં દારુનો જથ્થો હતો. પોલીસને જાેઈને આ મુસાફર ડરી ગયો હતો. તેની હરકતો જાેઈને પોલીસને પણ શંકા ગઈ હતી. એટલે પોલીસે આ મુસાફરને બોલાવી રોકવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ડરી ગયેલો આ મુસાફર પોતાની પાસે રહેલા બંને થેલા મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
બાદમાં પોલીસે આ મુસાફરના બંને થેલા ચેક કર્યા તો અંદરથી ૨૫ જેટલી વિદેશી દારુની બોટલો મળી આવી હતી. જેની અંદાજિત કિંમત ૧૫ હજાર રુપિયા છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આવો જ એક બીજાે કિસ્સો સાબરમતી રેલવે સ્ટેશન પરથી સામે આવ્યો છે. સાબરમતી રેલવે સ્ટેશન પર દિલ્હી અમદાવાદ એક્સપ્રેસ શુક્રવારે આવી હતી.
આ ટ્રેનમાથી દિલ્હીનો એક મુસાફર નીચે ઉતર્યો હતો. આ દરમિયાન રેલવે પોવીસ દ્વારા શંકાસ્પદ મુસાફરોના સામાનની તપાસ કરવામાં આવી રહી હતી. ત્યારે પોલીસે દિલ્હીના મુસાફરનો સામાન પણ તપાસ્યો હતો. ત્યારે પોલીસને સામાનમાંથી દારુનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસ પૂછપરછમાં આ શખસે જણાવ્યું કે, તે દિલ્હીથી આ દારુનો જથ્થો લાવ્યો હતો અને પાટણ લઈ જઈ રહ્યો હતો. આ બંને કેસમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.