Western Times News

Gujarati News

રેલવેને છેલ્લા ચાર વર્ષમાં રૂ.૫,૮૦૦ કરોડની કમાણી

નવી દિલ્હી, કેન્દ્ર સરકારે ચાર વર્ષે રેલવે ભાડામાં વરિષ્ઠ નાગરિકોનું કન્સેશન પાછું ખેંચી લીધા પછી અત્યાર સુધીમાં ભારતીય રેલવેને આ પગલાથી રૂ.૫,૮૦૦ કરોડની વધારાની આવક થઈ છે. રાઇટ ટુ ઇન્ફર્મેશન એક્ટ (આરટીઆઇ) હેઠળની અરજીમાં રેલવેએ આ ખુલાસો કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, રેલવે મંત્રાલયે ૨૦ માર્ચ, ૨૦૨૦ના રોજ દેશભરમાં કોવિડ-૧૯ને કારણે જાહેર થયેલા લોકડાઉનને પગલે સિનિયર સિટિઝનને રેલવે ભાડામાં મળતું કન્સેશન પાછું ખેંચી લીધું હતું. એ પહેલાં સિનિયર સિટિઝન મહિલાને ૫૦ ટકા અને પુરુષને ૪૦ ટકા કન્સેશન મળતું હતું. કન્સેશન પાછું ખેંચાયા પછી વરિષ્ઠ નાગરિકઓ અન્ય પેસેન્જર્સની જેમ પૂરું ભાડું ચૂકવી રહ્યા છે.

મધ્યપ્રદેશના ચંદ્રશેખર ગૌરે આરટીઆઇ હેઠળ ઘણી અરજી કરી હતી. જેના જવાબ અનુસાર ૨૦ માર્ચ ૨૦૨૦થી ૩૧ જાન્યુઆરી, ૨૦૨૪ સુધીમાં રેલવેને સિનિયર સિટિઝનનું કન્સેશન પાછું ખેંચવાથી રૂ.૫,૮૭૫ કરોડથી વધારાની આવક થઈ છે.

ગૌરે જણાવ્યું હતું કે, “મેં આરટીઆઇ એક્ટ હેઠળ ત્રણ અરજી કરી હતી. પહેલી અરજીમાં રેલવેએ ૨૦ માર્ચ, ૨૦૨૦થી ૩૧ માર્ચ, ૨૦૨૨ સુધીની વધારાની આવકનો ડેટા આપ્યો હતો. બીજી અરજીમાં મને ૧ એપ્રિલ, ૨૦૨૨થી ૩૧ માર્ચ, ૨૦૨૩ સુધીની વિગત મળી હતી.

મેં ત્રીજી અરજી મને ૧ એપ્રિલ, ૨૦૨૩થી ૩૧ જાન્યુઆરી ૨૦૨૪ સુધીનો ડેટા અપાયો હતો. તેના પરથી ૨૦ માર્ચ, ૨૦૨૦થી ૩૧ જાન્યુઆરી, ૨૦૨૪ સુધીની વધારાની આવકનું કલેક્શન સહેલાઇથી જાણી શકાય.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.