રેલવેને છેલ્લા ૫ાંચ વર્ષમાં રૂ.૮,૯૧૩ કરોડની કમાણી

નવી દિલ્હી, ભારતીય રેલ્વેએ વરિષ્ઠ નાગરિકો માટે ટિકિટમાં રાહત પાછી ખેંચીને પાંચ વર્ષમાં આશરે રૂ.૮,૯૧૩ કરોડની વધારાની આવક મેળવી છે. માહિતી અધિકાર કાયદા હેઠળની અરજીઓના સેન્ટર ફોર રેલ્વે ઇન્ફર્મેશન સિસ્ટમ્સે આપેલા જવાબમાં આ ખુલાસો થયો હતો.
સેન્ટર ફોર રેલ્વે ઇન્ફર્મેશન સિસ્ટમ્સ રેલવે હેઠળ કામગીરી કરે છે અને તે ટિકિટ અને પેસેન્જર ડેટા સહિતની માહિતી જાળવે છે. ૨૦ માર્ચ, ૨૦૨૦ પહેલા રેલ્વે મંત્રાલય ૬૦ વર્ષથી વધુ ઉંમરના પુરૂષો અને ટ્રાન્સજેન્ડરો તથા ૫૮ વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને તમામ વર્ગાેની ટ્રેન ટિકિટ પર અનુક્રમે ૪૦ ટકા અને ૫૦ ટકા ડિસ્કાઉન્ટ આપતું હતું.
જોકે કોરોના મહામારીના પ્રારંભ સાથે ટિકિટમાં આ કન્સેશન પાછું ખેંચી લીધું હતું. આરટીઆઇ હેઠળ હેઠળ મળેલા ડેટા અનુસાર ૨૦ માર્ચ, ૨૦૨૦થી ૨૮ ફેબ્›આરી, ૨૦૫ સુધી ૩૩.૩૫ કરોડ વરિષ્ઠ નાગરિકો (પુરુષ, મહિલા, ટ્રાન્સજેન્ડર)એ ટિકિટમાં કન્સેશન પાછું ખેંચી લેવામાં આવ્યા પછી વધારાના રૂ.૮,૯૧૩ કરોડ ચુકવવા પડ્યાં હતાં.
મધ્યપ્રદેશના આરટીઆઈ કાર્યકર્તા ચંદ્ર શેખર ગૌરે જણાવ્યું હતું કે તેમણે ૨૦ માર્ચ ૨૦૨૦ પછીથી સંખ્યાબંધ અરજીઓ કરી હતી. તેના આધારે મળેલા ડેટાના વિશ્લેષણમાં જણાયું છે કે ૨૦ માર્ચ ૨૦૨૦થી ફેબ્›આરી ૨૦૨૫ સુધીમાં ૧૮.૨૭૯ કરોડ પુરુષો, ૧૩.૦૬૫ કરોડ મહિલા અને ૪૩,૪૩૬ ટ્રાન્સજેન્ડર સહિતના સિનિયર સિટિઝનનોએ રેલવેમાં મુસાફરી કરી હતી.
આ તમામ મુસાફરો પાસેથી રૂ.૨૦,૧૩૩ કરોડની કુલ આવક રેલવેની થઈ હતી. પુરુષ અને ટ્રાન્સજેન્ડર માટેના ટિકિટમાં ૪૦ ટકા અને મહિલા માટેના ૫૦ ટકા ડિસ્કાઉન્ટને ધ્યાનમાં લેવામાં આવે તો રેલવેને આશરે રૂ.૮,૯૧૩ કરોડની વધારાની આવક થઈ હતી.
રેલ્વે મંત્રાલયે ભૂતકાળમાં અનેક વખત વરિષ્ઠ નાગરિકોની ટિકિટમાં ડિસ્કાઉન્ટ ફરી ચાલુ કરવાની માગણીને ફગાવી ચુક્યું છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ ૧૯ માર્ચ ૨૦૨૫માં લોકસભામાં લેખિત જવાબમાં જણાવ્યું હતું કે ભારતીય રેલ્વે સમાજના તમામ વર્ગાેને સસ્તી સેવાઓ પૂરી પાડવાનો પ્રયાસ કરે છે અને ૨૦૨૨-૨૩માં મુસાફરોની ટિકિટ પર રૂ.૫૬,૯૯૩ કરોડની સબસિડી આપી હતી, જે રેલ્વેમાં મુસાફરી કરતા દરેક વ્યક્તિને સરેરાશ ૪૬ ટકા કન્સેશન થાય છે.SS1MS