રેલવેને મહાકુંભ મેળા દરમ્યાન રૂ.૩.૧૩ લાખનું નુકશાન પહોંચ્યું

પ્રયાગરાજ રેલવે સ્ટેશન પર ૧,ર૦૦ સીસીટીવી કેમેરા, ૧પ,૦૦, સુરક્ષાકર્મીઓ તહેનાત હતા છતાં સંપત્તિને નુકશાન
(એજન્સી)નવીદિલ્હી, ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં તાજેતરમાં જ સંપન્ન થયેલા મહાકુંભમેળામાં કરોડો લોકોએ ભાગ લીધો. આ મેળાના આયોજનમાં ભારતીય રેલવેની ઘણી સંપત્તિને ઘણું નુકશાના થયું છે.
રેલવે મંત્રાલયે રાજયસભામાં આ અંગે માહિતી આપતાં કહયું કે, મહાકુંભ દરમ્યાન વિભીન્ન સ્ટેશનો પર રેલવે સંપત્તિને નુકશાન કરવાની ર૩ ઘટનાઓ બની હતી અને તેના કારણે રેલવેને લગભગ ૩.૧૩ લાખ રૂપિયાનું નાણાકીય નુકશાન થયું છે. આ સંબધમાં ૧૧ લોકોની ધરપકડ કરવામાં આવી છે. રેલવે મંત્રાલયે કહયું કે, મહાકુંભ દરમ્યાન થયે ભીડના કારણે રર ટ્રેનો ક્ષતીગ્રસ્ત થઈ હતી.
રેલવે મંત્રાલયે રાજયસભામાં એઅક લીખીત જવાબમાં કહયું કે, ૧૩ જાન્યુઆરીથી મહાકુંભના સમાપન સુધીમાં રેલવે વિભાગે અંદાજીત ૧ર-૧પ કરોડ તીર્થયાત્રીઓના પરીવહન માટે ૧૩,૬૬૭ ટ્રેનો સંચાલીત કરી હતી. જેમાં વિવિધ રેલવે સ્ટેશનો પર રેલવે સંપત્તિઓને નુકશાન કરવાની ર૩ ઘટનાઓ જોવા મળી જેનાથી રેલવેને ૩.૧૩ લાખ રૂપિયાનું નુકશાન થયું છે.