વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ અને બરફ વર્ષાની આગાહી
નવી દિલ્હી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરીથી એકવાર હિમવર્ષા અને વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાની આગાહી મુજબ દેશના ઉત્તર ભાગોમાં અસર જેવા મળશે જેના લીધે પહાડો પર ભારે હિમવર્ષા અને મેદાની વિસ્તારમાં ઠંડો પવન ફૂંકાવવાની શક્યતા છે.
પ્રાઈવેટ હવામાન એજન્સી સ્કાયમેટનાજ ણાવ્યાં મુજબ એક પછી એક એમ બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ૧૭ ફેબ્રુઆરીથી ૨૧ ફેબ્રુઆરી વચ્ચે પહાડો પર પહોંચે તેવી શક્યતા છે. જેનાથી હિમવર્ષાની સાથે સાથે વરસાદ પણ પડી શકે છે.
હવામાન ખાતાની આગાહી મુજબ શુક્રવારથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જવા મળશે. જેના લીધે પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ચંડીગઢ, જમ્મુ અને કાશ્મીર તથા યુપી સહિત દિલ્હી એનસીઆરના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.
જ્યારે પહાડી વિસ્તારોમાં બરફવર્ષાની શક્યતા છે. તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે. હવામાન ખાતાએ બદલાતા હવામાનની સંભાવનાઓ ધ્યાનમાં લઈ સમગ્ર ઉત્તર ભારતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
આગાહી મુજબ ઉ.ભારતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, અમુક વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદ અને કરા પડી શકે છે. લઘુત્તમ અને મહત્તમ તાપમાન ઘટી શકે છે.
હવામાન ખાતાના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું છે કે શુક્રવાર સાંજથી ઉત્તર પશ્ચિમી હિમાલયન રિઝનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતા વધી શકે છે.તેની અસર માત્ર ઉ.ભારત સુધી સીમિત નહી રહે. આગામી ત્રણથી ચાર દિવસમાં ઉત્તરના પહાડી વિસ્તારોથી આવતા ઠંડા પવન ફરીથી એકવાર દેશના અનેક ભાગોમાં ઠંડીનો ચમકારો દેખાડી શકે છે., મેદા વિસ્તારોમાં કેટલાક વિસ્તારોમાં ગાજવિજથી વરસાદ, કરા પડી શકે છે.
હવામાનની આગાહી કરતી પ્રાઈવેટ એજન્સી સ્કાયમેટના જણાવ્યાં મુજબ એક પછી એક બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ૧૭ ફેબ્રુઆરીથી ૨૧ ફેબ્રુઆરી વચ્ચે પહાડો પર પહોંચશે અને તેના પ્રભાવથી અહીં ભારેથી અતિ ભારે બરફવર્ષા સાથે વરસાદ પડશે.
૧૯થી ૨૧ ફેબ્રુઆરી વચ્ચે પંજાબ હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં વરસાદ પડી શકે છે. રાજસ્થાન અને દિલ્હીમાં ૧૯ અને ૨૦ ફેબ્રુઆરીના રોજ વરસાદની ગતિવિધિઓ જોવા મળશે. ૨૧ ફેબ્રુઆરીના રોજ બિહાર અને પશ્ચિમ બંગાળના ઉત્તરી જિલ્લાઓમાં પણ વરસાદની શક્યતા છે. મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત દક્ષિણ ભારતનું હવામાન સૂકું રહેશે. ગુજરાત વિશે જણાવતા કહ્યું કે ગુજરાતમાં હવામાન સૂકું રહેશે.
ગુજરાતમાં હવે વેધર એક્ટિવિટી જોઈએ તો ઉપરની બાજુ એટલે કે રાજસ્તાન વગેરે તરફ રહેશે. કચ્છનું રણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, પાટણ સહિત મોટાભાગના વિસ્તારો સૂકા રહેશે. તાપમાન ધીરે ધીરે વધશે. દિવસે ગરમી વધશે જ્યારે સવારે અને સાંજે વાતાવરણ હજુ પણ આ³ાદક જોવા મળશે.SS1MS