Western Times News

Gujarati News

હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર મેઘતાંડવ જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ

હિમાચલમાં વરસાદની આફત, સોલનમાં વાદળ ફાટતા ઘણા સ્થાનિકો તણાયા

હિમાચલમાં ભારે વરસાદને પગલે સ્થિતિ કથળી

અનેક મકાનોમાં તિરાડ પડી ગઈચંબા, બિલાસપુર, સોલન, શિમલા, સિરમૌર, ઉના, હમીરપુર, મંડી અને કુલ્લૂના જિલ્લાઓમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે

નવી દિલ્હી,હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર મેઘ તાંડવ જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે. સોલનના કંડાઘાટ ઉપમંડળના જાદોન ગામમાં વાદળ ફાટ્યું છે. આ ઘટનામાં ૨ ઘર અને એક ગૌશાળા તણાઈ ગઈ હતી. વળી ઘટના પછી પાંચ લોકોના મોત થઈ ગયા છે. જ્યાં વાદળ ફાટ્યું છે તે વિસ્તાર હિમાચલ પ્રદેશના હેલ્થ મિનિસ્ટર અને સોલન વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય ધનીરામ શાંડિલનું ગૃહ ક્ષેત્ર મમલીઘનું ગામ જડો છે. Rain disaster in Himachal

ઉલ્લેખનીય છે કે અત્યારે રેસ્ક્યુ ટીમે ઘટનાસ્થેળે પહોંચીને અહીં ફસાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે. જાેકે આમાથી ત્રણ લોકો હજુ પણ ગુમ થઈ ગયા છે. જ્યારે રેસ્ક્યુ ટીમે અભિયાન શરૂ કર્યું ત્યારે ૫ લોકોના જીવ બચાવી લેવામાં આવ્યા હતા. જિલ્લા પ્રશાસને જિલ્લાના તમામ શૈક્ષણિક સંસ્થાનોને ૧૪ ઓગસ્ટ સુધી બંધ કરી દીધા છે. આ રીતે શિમલાના શહેરી વિસ્તારમાં પણ તમામ સ્થળો આગામી સૂચના સુધી બંધ કરી દેવામાં આવ્યા છે. ચંબા, બિલાસપુર, સોલન, શિમલા, સિરમૌર, ઉના, હમીરપુર, મંડી અને કુલ્લૂના જિલ્લાઓમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્ય સરકારના આંકડાઓ અનુસાર ૨૪ જૂનથી ૧૨ ઓગસ્ટ સુધી વરસાદથી સંબંધિત ઘટનાઓમાં સમગ્ર હિમાચલમાં ૨૫૫ લોકોના જીવ જાેખમમાં મુકાયા છે. રાજ્ય પોલીસના જણાવ્યા પ્રમાણે ચંડીગઢ, શિમલા નેશનલ હાીવે પર સોલન જિલ્લામાં મુસાફરી મુશ્કેલ છે. ભૂસ્ખલન અને કાટમાળના કારણે વર્તમાનમાં સિંગ લેનમાં વાહનો ચાલી રહ્યા છે. એચપી ટ્રાફિક, ટૂરિસ્ટ અને રેલવે પોલીસે કહ્યું છે કે વાતાવરણની સ્થિતિને જાેઈને બિનજરૂરી યાત્રા ટાળવી જાેઈએ. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખૂએ સ્વતંત્રા દિવસ પર હોલિડે એન્જાેય કરવા પહાડી વિસ્તારમાં ફરવા આવતા ટૂરિસ્ટોને લઈને મોટી એડવાઈઝરી બહાર પાડી દીધી છે.

તેમણે કહ્યું છે કે જાે ફરવા આવો છો તો નદીઓ પાસે ન જતા. હવામાન વિભાગે અહીં ધોધમાર વરસાદની આગાહી કરી દીધી ચે. જેનાથી પૂર આવવાનું જાેખમ છે અને નેશનલ હાઈવે પર પણ અવરોધ આવી શકે છે. મંડી જિલ્લામાં પંડોહ બંધ જળાશય પણ ભરાઈ ગયું છે અને તેના દરવાજા ખોલવા પડ્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે વ્યાસ નદીના કિનારાથી દૂર રહેવું જાેઈએ. મંડી સૌથી વધુ પ્રભાવિત જિલ્લામાંથી એક છે. એક સરકારી અધિકારીએ જણાવ્યું છે કે પંજાબ અને હરિયાણા તરફ જતા રાજ્યોની તમામ નદીઓ સતલુજ, વ્યાસ અને યમુનામાં જળ સ્તર અસામાન્ય રૂપથી વધી ગયું છે.

હિમાચલ પ્રદેશના શિમલામાં છેલ્લા ઘણા મહિનાઓથી વરસાદ પડી રહ્યો છે. લોકોએ સરકાર પાસેથી સુરક્ષિત સ્થળો પર સ્થળાંતર કરવાની માંગ કરી છે. વળી ભારે વરસાદને કારણે ગામમાં ઘણા ઘરોને નુકસાન પણ પહોંચ્યું છે. તથા કેટલાક ઘરોમાં તિરાડ પડી ગઈ છે અને ધરાશાયી થાય એવી સ્થિતિ પણ ઉત્પન્ન થઈ ગઈ છે. જિલ્લાના રચોલી પંચાયત વિસ્તારમાં ગ્રામીણોની ફરિયાદ હતી કે ૨૫ જુલાઈએ અહીં વાદળ ફાટવાની ઘટના પછી રાજ્ય સરકાર દ્વારા રાહત આપવામાં આવી હતી તે અપૂરતિ હતી. વરસાદને કારણે અનેક ઘરોને નુકસાન પહોંચ્યા પછી ઘણા લોકો પોતાના સંબંધીઓ સાથે રહેવા માટે પણ પહોંચી ગયા છે. સરકારી શાળાઓ બંધ છે.ss1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.