લગ્નમાં વરસાદનું વિઘ્નઃ સોસાયટીના રહીશોએ પાર્કિંગ આપી 13 દીકરીઓ માટે બન્યા પિયરીયા
સુરતમાં સમૂહ લગ્નમાં માવઠું વિલન બનતા સોસાયટીના લોકો બન્યા રિયલ હીરો
ફાર્મની બાજુમાં શિવાય હાઈટસ સોસાયટી આવેલી છે.
સુરત, સુરતમાં એક સોાસયટીના રહીશોએ એવું કામ કર્યું કે, તેઓ કમોસમી વરસાદ વચ્ચે રિયલ હીરો બની રહ્યા છે. સુરતની મોટા વરાછાના એક એપાર્ટમેન્ટના રહીશો સમુહ લગ્નની ૧૩ દીકરીઓ માટે પિયરીયા બન્યા હતા.
ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં કમનસીબીનો કમોસમી વરસાદ પડી રહ્યો છે આ વરસાદે લોકો પર કહેર બનીને વરસ્યો છે જેમના ઘરે પ્રસંગો લેવાયા હતા ત્યારે સુરતમાં એક સમાજ દ્વારા સમુહલગ્નનું આયોજન કરાયું હતું. સુરતમાં શ્રી પ્રજાપતિ યુવા વિકાસ દ્વારા એક ફાર્મમાં સમુહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું ત્યારે રવિવારે આયોજિત સમૂહલગ્નમાં અચાનક વરસાદ વિધ્ન બન્યો હતો.
સમૂહ લગ્નોત્સવ અટવાતા સમાજના આયોજકોને શું કરવું તે મુઝવતું હતું. આવામાં ફાર્મની બાજુમાં આવેલી સોસાયટીના રહીશો મદદે આવ્યા હતા. ફાર્મની બાજુમાં શિવાય હાઈટસ સોસાયટી આવેલી છે. સમાજના અગ્રણીઓ વરસાદને કારણે મુંઝાયા હતા. ૧૩ દીકરીઓના લગ્નનો પ્રસંગ લેવાયો હતો અને તે કેવી રીતે કરવો તે તેમને સમજાતું ન હતું
ત્યારે સોસાયટીના લોકોએ પોતાનું વિશાળ પાર્કિંગ આપીને લગ્નપ્રસંગ કરી આપવાની તૈયારી બતાવી હતી. આ નિર્ણય લેવાતા જ સોસાયટીના રહીશોએ પોતાના પાર્કિંગમાંથી તાબડતોબ ગાડીઓ હટાવી દીધી હતી વાહનોને ખસેડીને લગ્નના માયારા મુકાયા હતા અને આ રીતે ૧૩ દીકરીઓના લગ્ન સંપન્ન કરાયા હતા. મસાજના લોકોએ સોસાયટીના રહીશોનો આભાર માનીને તેમને દેવદુત ગણાવ્યા હતા.