ત્રણ દિવસ ઉત્તર પશ્ચિમ ભારત અને ઉત્તરાખંડમાં વરસાદની આગાહી

નવી દિલ્હી, ભારતીય મોસમ વિભાગે ૧૪થી ૧૬ સપ્ટેમ્બ સુધી ઉત્તર-પશ્ચિમ ભારત અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાત, ઉત્તરી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
બંગાળની ખાડીમાં બનેલા લો પ્રેશર એરિયાના કારણે પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહારમાં વરસાદ થશે. આ મોસમી સિસ્ટમ આગામી ૪૮ કલાક દરમિયાન ઉત્તર-પશ્ચિમ તરફ સમગ્ર મધ્યપ્રદેશમાં આગળ વધવાનું અનુમાન છે. આગામી ૨૪ કલાક દરમિયાન મધ્યપ્રદેશ, ગુજરાત, મધ્ય મહારાષ્ટ્રના ઘાટવાળા ક્ષેત્રો, કોંકણ અને ગોવામાં ભારે વરસાદની શક્યતા છે.
ઉત્તરાખંડ, દક્ષિણપૂર્વ ઉત્તરપ્રદેશ, પૂર્વી રાજસ્થાન, વિદર્ભ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની આગાહી છે. રાજધાની દિલ્હી અને તેની આસપાસના ક્ષેત્રોમાં ૧૬ સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદ પડવાનું અનુમાન છે.
આઈએમડીના જણાવ્યા મુજબ, ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ ઉત્તરી આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાના તટ પર સમુદ્રની સ્થિતિ ખૂબ ખરાબ રહેશે. મોસમ વિભાગે માછીમારોને સમુદ્ર તટથી દૂર રહેવાની સલાહ આપી છે.
સ્કાઈમેટ વેધરના જણાવ્યા મુજબ દક્ષિણ છત્તીસગઢની ઉપર બનેલું દબાણ ઉત્તરી-પશ્ચિમ દિશામાં વધી ગયું છે અને તે દક્ષિણ છત્તીસગઢ અને તેની નજીકે આવેલા દક્ષિણ-પૂર્વ મધ્યપ્રદેશ અને વિદર્ભની ઉપર છે. તે ઉત્તરી-પશ્ચિમ દિશામાં આગળ વધશે અને ૧૩ સપ્ટેમ્બરની બપોર સુધી ધીરે-ધીરે નબળું થઈને એક ઓછા દબાણવાળા ક્ષેત્રમાં બદલાઈ જશે.
મોનસૂનનું ટ્રફ હવે જેસલમેર, ઉદયપુર, ગુના ડિપ્રેશન સેન્ટર, કલિંગપટ્ટનમ અને પછી પૂર્વ દક્ષિણ પૂર્વ તરફ બંગાળની પૂર્વી મધ્ય ખાડી પરથી પસાર થઈ રહ્યું છે. દક્ષિણ મહારાષ્ટ્ર અને ગોવાના તટની પાસે પૂર્વી મધ્ય અરબ સાગર પર એક તોફાની પવનોનું ક્ષેત્ર બનેલું છે.
સ્કાઈમેટ વેધરના પૂર્વાનુમાન મુજબ, આગામી ૨૪ કલાક દરમિયાન પશ્ચિમ બંગાળ, ઉત્તરી ઓરિસ્સા, ઝારખંડ, બિહારના કેટલાક ભાગો, મધ્યપ્રદેશ, ગુજરાતના કેટલાક ભાગો કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને તટીય કર્ણાટકમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
ઉત્તરાખંડમાં એક કે બે જગ્યાઓ પર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. પૂર્વોત્તર ભારત, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓરિસ્સા, છત્તીસગઢ, તેલંગાના અને ગુજરાતના બાકીના હિસ્સાઓમાં, બિહાર, ઉત્તરપ્રદેશ, દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ રાજસ્થાન અને મરાઠાવાડના કેટલાક હિસ્સાઓમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે.
જમ્મુ, કાશ્મીર, ગિલગિત-બાલ્ટિસ્તાન, મુજફ્ફરાબાદ, લદાખ, કર્ણાટક, તમિલનાડુ, લક્ષદ્વીપ અને અંદમાન અને નિકોબાર દ્વીપ સમુહમાં હળવા વરસાદની શક્યતા છે.SS1MS