૧૧ રાજ્યોમાં વરસાદની આગાહી, યૂપીમાં શાળાઓ બંધ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/10/Rain-1.jpg)
નવી દિલ્હી, દેશના મોટા ભાગના રાજ્યોમાં ચોમાસાની વાપસી થઈ ચુકી છે. પણ જતાં જતાં ચોમાસું લોકોને મુશ્કેલીઓનું પોટલું આપતું જશે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સહિત કેટલાય રાજ્યોમાં મૂશળધાર વરસાદ થયો છે.
આ જ ક્રમમાં ઉત્તર પ્રદેશમાં કેટલાય જિલ્લામાં સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે. તો વળી આજે યૂપીના કેટલાય જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ છે.
યૂપીના ઝાંસી, જાલૌન, બાંદા, હમીરપુર, કાનપુરનગર, કાનપુર દેહાત, ઉન્નાવ, હરદોઈ, કન્નૌજ, ઔરૈયા, ઈટાવા, મૈનપુરી જિલ્લામાં ભારે વરસાદ થવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત ફર્રુખાબાદ, એટા, આગરા, મથુરા, અલીગઢ, ગૌતમ બુદ્ધ નગર, બુલંદશહેર, સંભલ, અમરોહા, હાપુડ, ગાજિયાબાદ અને મેરઠમાં પણ ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.
ભારતીય હવામાન વિભાહે ટિ્વટ કરીને જાણકારી આપી છે કે, આગામી બે દિવસ દરમિયાન ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ મધ્ય પ્રદેષ અને પૂર્વી રાજસ્થાનમાં ભારે વરસાદ રહેવાની સંભાવના છે. આ ઉપરાંત આઈએમડીએ જણાવ્યું છે કે, આગામી પાંચ દિવસ દરમિયાન તમિલનાડૂ અને રાયલસીમામાં તટીય આંધ્રપ્રદેશ અને તેલંગણામાં ભારે વરસાદ થવાની સંભાવના છે.
IMDએ જણાવ્યું છે કે, દક્ષિણ કર્ણાટકના અંદરના વિસ્તારોમાં ૧૧ ઓક્ટોબર સુધી ભારે વરસાદ થઈ શકે છે. તો વળી કર્ણાટકના ઉત્તરી ભાગોમાં ૧૦ અને ૧ ઓક્ટોબરે વરસાદ થઈ શકે છે. તો વળી બિહારમાં ૧ અને ૧૨ ઓક્ટોબરે ભારે વરસાદની સંભાવના છે.
પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ૧૨ ઓક્ટોબર સુધી વરસાદની આશંકા છે. સ્કાઈમેટ વેદરના રિપોર્ટ અનુસાર, ૧૨ ઓક્ટોબરથી ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના પશ્ચિમી ભાગોમાં વરસાદ ઓછો રહેશે. તો વળી ઉત્તર પ્રદેશના પૂર્વી અને મધ્ય ભાગો તથા પૂર્વી મધ્ય પ્રદેશમાં ૧૩ ઓક્ટોબર સુધી હળવો વરસાદ જાેવા મળી શકે છે. આ રાજ્યોના અમુક ભાગોમાં ૧૫ ઓક્ટોબર સુધી ચોમાસાનું પાછું શરુ થઈ જશે.SS1MS