અમદાવાદમાં વરસાદ માપવા 25 વિસ્તારમાં રેઈન ગેજ મશીન મુકાયા
દર બે કલાકે ચોકકસ માહિતી મળશેઃ ગયા વર્ષે ૧૮ મશીન મુકાયેલ
(એજન્સી)અમદાવાદ, એએમસી દ્વારા વરસાદને માપવા માટે રપ સ્થળે રેઈન ગેજ મશીન મુકવામાં આવ્યા છે. જેના દ્વારા ચોકકસ કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડયો તેની માહિતી મળી શકશે. ગત વર્ષ માત્ર ૧૮ મશીન હતા પરંતુ આ વર્ષે વધારો કરાયો છે.
અમદાવાદમાં કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડયો તેની માપણી એકખાસ રેઈન ગેજ મશીન દ્વારા કરાય છે. આ રેઈન ગેજ મશીન એક બિલ્ડીગના ધાબા પર રાખવામાં આવે છે. અને જયારે વરસાદનું પાણી તેમાં પડે ત્યારે ઓટોમેટીક બે કલાકના આંકડા આ માટેના સોફટવેર મારફતે જનરેટ કરાશે.
છેલ્લા કેટલાંક વર્ષમા વરસાદની પેટર્ન બદલાઈ છે. એક જ વિસ્તારમાં વરસાદ પડે તો પણ ખ્યાલ આવતો ન હતો. જયારે રેઈન ગેજ મશીન મુકવામાં આવ્યું હોય ત્યાં વરસાદ પડે પરંતુ તેનાથી થોડા આગળ અન્ય વિસ્તારમાં વરસાદ પડે તો ખ્યાલ આવતો ન હતો. જેથી એક જ વિસ્તારમાં બે મશીન પણ મુકવાની ફરજ પડી છે.
અમદાવાદ શહેરમાં હવે કયાં કેટલો વરસાદ પડયો તે જાણવા માટે વધુ રેઈન ગેજ મશીન મુકાયા છે. અને ર૪ કલાક કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. એએમસી અધિકારીએ કહયું કે, શહેરના અલગ અલગ વિસ્તારમાં ચોમાસામાં વરસાદ કેટલા ઈંચ કે કેટલા મીલી મીટર પડયો તેની માપણી કરવા માટે ખાસ રેઈન ગેજ મશીન બિલ્ડીગના ધાબા પર રાખવામાં આવે છે.
ઓટોમેટીક મશીન છે કે જે એક સોફટવેર સાથે કનેકટ થયેલું છે. મ્યુનિ.ની. બિલ્ડીંગ ઉપરઆ મશીન મુકવામાં આવ્યા છે. તેના માટે ખાસ સબ કંટ્રોલરૂમ પણ ઉભા કરવામાં આવ્યા છે.
અગાઉ ધાબા ઉપર બીકર મુકવામાં આવતું હતું અને તેમાં બીકર મુકવામાં આવતું હને તેમાં પાણી ભરાય તેને માપી અને ત્યારબાદ આખો ડેટા જનરેટ થતો હતો. હવે ફીઝીકલી અને ટેકનોલોજી બંનેનો ઉપયોગ કરી અને ડેટા પણ મેળવવામાં આવે છે.