રાજ્યમાં ૨૪ કલાકમાં ૧૨૮ તાલુકામાં વરસાદ
અમદાવાદ, ગુજરાતમાં વરસાદે ચાર રાઉન્ડમાં જળબંબાકારની સ્થિતિ કરી નાંખી છે. નદી નાળામાં નવા નીરની આવક થવા પામી છે અને જળાશયો પણ છલકાઈ ગયાં છે. રાજ્યમાં છેલ્લા ૨૪ તાલુકામાં ૧૨૮ તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ મહિસાગરના લુણાવાડામાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો છે.
હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે હાલ ગુજરાત રાજ્યમાં કોઈ સિસ્ટમ એક્ટિવ નથી. ગુજરાતમાં ભારે વરસાદની કોઈ સંભાવના નથી.
હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ગુજરાતમાં સીઝનનો ૭૮ ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે, પરંતુ ૫ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે અમદાવાદમાં વરસાદના કેટલાક રાઉન્ડ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જાેકે ભારે વરસાદની શક્યતાઓ ઓછી છે.
આગામી પાંચ દિવસ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છના કેટલાક વિસ્તારોમાં છૂટછવાયો અથવા હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં વરસાદના ચાર રાઉન્ડ બાદ ૨૦૭ જળાશયોમાં માત્ર ૭૦ ટકા જ પાણીનો જથ્થો છે.
જેમાં ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૬૯.૬૫, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૪૫.૬૪, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૭૧.૦૯, કચ્છના ૨૦ જળાશયોમાં ૬૬.૭૮ અને સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૮૨.૧૦ ટકા પાણીનો જથ્થો છે. સરદાર સરોવરની વાત કરીએ તો નર્મદા ડેમમાં હાલ ૭૩.૧૫ ટકા પાણી છે.
એટલે કે રાજ્યના ૨૦૭ જળાશયોમાં હાલની સ્થિતિએ ૭૦.૪૭ ટકા પાણીનો જથ્થો છે. રાજ્યમાં વરસાદના ચાર રાઉન્ડ બાદ પણ માત્ર ૭૦ ટકા પાણીનો જથ્થો આગામી સમય માટે ચિંતાજનક સ્થિતિ તરફ આંગણી ચિંધે છે. રાજ્યમાં ૯૦ ટકાથી વધુ ભરાયેલા ૮૮ ડેમને હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યાં છે.
જ્યારે ૨૦ ડેમ એવા છે જેમાં ૮૦ ટકા જેટલું પાણી છે. આ ડેમને એલર્ટ પર રાખવામાં આવ્યાં છે. તે ઉપરાંત ૧૭ ડેમમાં ૭૦ ટકાથી વધુ પાણી હોવાથી તેને વોર્નિંગ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે ૮૧ ડેમમાં ૭૦ ટકાથી ઓછું પાણી હોવાથી તેમને કોઈ વોર્નિંગ આપવામાં આવી નથી. વરસાદના ચાર રાઉન્ડ બાદ રાજ્યના ૨૦૭ જળાશયોમાંથી માત્ર ૮૮ જળાશયો જ સંપૂર્ણ ભરાયેલા છે.SS1MS