ગુજરાતમાં કમોસમી વરસાદ પડતાં વાતાવરણ ઠંડુગાર
જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતા જિલ્લાના ફતેપુરા સુખસર સંજેલી તથા સિગવડ વગેરે ગામોમાં કમોસમી વરસાદ પડતા જિલ્લાનું વાતાવરણ ઠંડુગાર
દાહોદ, હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આગામી બે ત્રણ દિવસ કમોસમી વરસાદ પડવાની આગાહીના પગલે દાહોદ જિલ્લામાં પણ કેટલીક જગ્યાએ વાતાવરણમાં એકાએક પલટો આવતા અને જિલ્લાના સંજેલી, ફતેપુરા,
સુખસર તેમજ સિંગવડમાં કમોસમી વરસાદ થતાં ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાતા ડાંગર તેમજ શાકભાજી સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ સેવાતા જિલ્લાનો ખેડૂત ચિંતિત બન્યો છે. અને જિલ્લામાં તાપમાનનો પારો નીચે જતા ઠંડીનું પ્રમાણ વધતાં જિલ્લાના લોકો કાતિલ ઠંડીમાં ઠુંઠવાઈ રહ્યા છે.
દાહોદ જિલ્લામાં છેલ્લા ચાર પાંચ દિવસથી તે જ ગતિએ પવન ફૂંકાતા ઠંડીનું પ્રમાણ વધતા જિલ્લાના લોકો કાતિલ ઠંડી માં ઠુંઠવાઈ રહ્યા છે. તેવા સમયે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આગામી બે ત્રણ દિવસ કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવતા આગાહીના પગલે દાહોદ જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે
અને આકાશમાં કાળા ડિમાન્ડ વાદળો પણ ઘેરાયા છે અને જિલ્લાના સંજેલી, ફતેપુરા, સુખસર તેમજ સિંગવડ તથા ઝાલોદ તાલુકાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડતા ડાંગર તથા શાકભાજી સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ સેવાતા જગતનો તાત ચિંતિત બન્યો છે.
આમ અચાનક કમોસમી વરસાદ થતાં જિલ્લાનું વાતાવરણ ટાઢું બોળ થઈ જતા અને ઉપરથી ઝડપી પવન પણ ચાલુ રહેતા દાહોદ જિલ્લાના લોકો હાલ કાતિલ ઠંડીનો સામનો કરી રહ્યા છે.