Western Times News

Gujarati News

ગુજરાતમાં વરસાદ પડવા માટે શું કહે છે હવામાન વિભાગની આગાહી?

(એજન્સી)અમદાવાદ, ઘણા લાંબા સમયથી વરસાદની રાહ જાેવાઇ રહી છે. સમગ્ર ઓગસ્ટ મહિના દરમિયાન વરસાદ ખેંચાયા બાદ હવે સપ્ટેમ્બર મહિનામાં ક્યારે વરસાદ પડશે? તેની રાહ જાેવાઇ રહી છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઇને મહત્વની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વરસાદના અણસાર જાેવા મળી રહ્યા છે. આ સાત દિવસ દરમિયાન ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે અને ક્યાં વરસાદ પડશે, તે અંગે હવામાન વિભાગ દ્વારા અપડેટ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, ગુજરાતમાં આગામી સપ્તાહની વાત કરવામાં આવે તો વરસાદના અણસાર જાેવા મળી રહ્યા છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતા છે. જેમાં ભરૂચ, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ , દાદરાનગર, છોટાઉદેપુર, નર્મદામાં વરસાદની આગાહી છે.

દક્ષિણ ગુજરાત ઉપરાંત ગુજરાતના અન્ય ભાગોમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, ખેડા, દાહોદ મહીસાગર, પંચમહાલમાં સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, દીવમાં સામાન્ય વરસાદની સંભાવના છે. આગામી સપ્તાહમાં વરસાદ થવા પાછળનું કારણ પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે, બંગાળની ખાડીમાં લોપ્રેશર સક્રિય થશે, જેના કારણે ગુજરાતમાં ૭થી ૯ દરમિયાન વરસાદનું જાેર વધશે.

નોંધનીય છે કે, રાજ્યમાં વરસાદની ખૂબ જ આશા સાથે રાહ જાેવાઇ રહી છે. જુલાઇમાં ધડબડાટી બોલાવ્યા બાદ ઓગસ્ટ મહિનો તો કોરો નિકળી ગયો, હવે સપ્ટેમ્બર મહિનામાં સારા વરસાદની રાહ જાેઈ રહી છે. જાેકે, જુલાઈ મહિનામાં સારો વરસાદ થયો તેના કારણે સિંચાઈ માટેનું પાણી છે. સિંચાઈ માટેનું પાણી ન હોય તો મુશ્કેલી વધી હોત.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.