Western Times News

Gujarati News

ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૧૨૦ ટકાથી વધુ; સૌથી વધુ કચ્છમાં

        દક્ષિણ ગુજરાતમાં ગત દિવસ દરમિયાન વરસી રહેલા ધોધમાર વરસાદનું આજે જોર ઘટ્યું છે. સાથે જહાલ કચ્છસૌરાષ્ટ્ર ઝોન અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં પણ વરસાદે વિરામ લીધું છે. જ્યારેઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન મહેસાણાના વિજાપુર અને સાબરકાંઠાના તલોદ તાલુકામાં સૌથી વધુ ૫ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત સાબરકાંઠાના પ્રાંતિજ અને ગાંધીનગરના માણસા તાલુકામાં ૪ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

        ગત ૨૪ કલાકમાં સાબરકાંઠા જિલ્લામાં સરેરાશ ૨ ઇંચથી વધુ અને મહેસાણાપાટણ તેમજ બનાસકાંઠા જિલ્લામાં એક ઈંચ કરતા પણ વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે સમગ્ર ઉત્તર ગુજરાતમાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

        તાલુકાની વાત કરીએ તોબનાસકાંઠાના પાલનપુર અને ડિસાપાટણના રાધનપુરસાબરકાંઠાના હિંમતનગરમહેસાણા તેમજ આણંદ તાલુકામાં ૩ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંતરાજ્યની આશરે ૧૪ તાલુકામાં ૨ ઇંચથી વધુ૪૬ તાલુકામાં એક ઈંચથી વધુ તેમજ ૧૩૭ તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. આમરાજ્યના કુલ ૨૦૭ તાલુકામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સરેરાશ એક ઈંચથી ઓછો વરસાદ ખાબક્યો છે.

        અત્રે ઉલ્લેખનીય છે કેઆજે તારીખ ૦૬ સપ્ટેમ્બર૨૦૨૪ના રોજ સવારે ૬.૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૨૦ ટકાથી વધુ નોંધાયો છે. કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ ૧૮૩ ટકા કરતા પણ વધારે અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૨૮ ટકાથી વધુ તેમજ દક્ષિણ ગુજરાત ઝોનમાં ૧૨૨ ટકા નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૧૧૬ ટકાથી વધુજ્યારેઉત્તર ગુજરાતમાં ૧૦૪  ટકાથી વધુ મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.