Western Times News

Gujarati News

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક સ્થળોએ કમોસમી હળવા વરસાદની આગાહી

સાત જિલ્લામાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી

(એજન્સી)અમદાવાદ, રાજ્યમાં ધીરે ધીરે ઠંડીનું જોર ઘટી રહ્યું છે, ત્યારે હવામાન વિભાગે આગામી ૭ દિવસને લઈને આગાહી કરી છે. જેમાં આગામી ૨-૩ ફ્રેબુઆરીએ રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ૭ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ફરી માવઠાની આગાહીને લઈને ખેડૂતોમાં ચિંતા. જ્યારે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સૌથી લઘુતમ તાપમાન નલિયામાં ૧૦ ડિગ્રી નોંધાયું છે.

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું જોર ઘટી રહ્યું છે. જેમાં રાજ્યમાં વહેલી સવારે અને રાત્રીના સમય ઠંડી અને બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે ૫ દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર નહીં થાય તેવી આગાહી કરી છે.

જ્યારે રાજ્યમાં સિનોÂપ્ટક સિચ્યુએશનમાં ઉત્તર પશ્ચિમી પવનો રાજ્યના નીચલા સ્તરમાં પ્રવર્તતી સ્થિતિ જોવા મળી રહી છે. આ દરમિયાન ૦૨-૦૩ ફ્રેબુઆરીના રોજ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત મળીને કુલ ૭ જિલ્લામાં માવઠું પડવાની આગાહી છે.

હવામાન વિભાગ મુજબ, રાજ્યમાં આગામી ૦૨ ફ્રેબુઆરીએ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ કમોસમી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ૦૩ ફ્રેબુઆરીએ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર સહિત ઉત્તર ગુજરાતના અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ માવઠાની હવામાન વિભાગની આગાહી છે.

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સૌથી લઘુતમ તાપમાન નલિયામાં ૧૦ ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં ૧૪ ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૧૭.૧ ડિગ્રી, ગાંધીનગરમાં ૧૨.૨ ડિગ્રી, વડોદરામાં ૧૬.૨ ડિગ્રી, ભાવનગરમાં ૧૬.૭ ડિગ્રી, રાજકોટમાં ૧૪.૮ ડિગ્રી તાપમાન નોંધાયું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.