બંગાળની ખાડીમાં હવાના દબાણના લીધે થઈ શકે છે વરસાદ
નવી દિલ્હી, ચોમાસાએ વિદાય લીધા બાદ હવે હવામાનમાં ફેરફાર થઈ રહ્યા છે અને ઠંડીની શરુઆત થઈ રહી છે. વહેલી સવારે અને રાત્રે વાતાવરણ વધારે ઠંડું થઈ રહ્યું છે. આવામાં દિવાળી ટાળે બંગાળની ખાડીમાં આવતા વારંવાર હવાના દબાણને લીધે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમાં કેરળ, તામિલનાડુ,ઓરિસા, કર્ણાટકાની સાથે ગુજરાતમાં પણ વરસાદ થવાની સંભાવના છે.
જેમાં દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રનો સમાવેશ થાય છે. હિમવર્ષા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે જેના લીધે આગામી સમયમાં ઠંડીનું જાેર વધશે. રિપોર્ટ્સ મુજબ બંગાળના ઉપસાગરમાં હવામાનનું દબાણ ઉભું થવાથી અને દક્ષિણ ચીનમાં ચક્રવાત સર્જાતા પૂર્વીય ભારત અને દક્ષિણ પૂર્વીય તટ પર સામાન્ય વાવાઝોડું કે વરસા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઉત્તરના પર્વતીય ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હિમવર્ષા કે કમોસમી વરસાદ થઈ શકે છે. જ્યોતિષ મુજબ ગ્રહોના આધારે આ વકી કરવામાં આવી રહી છે.
દિવાળીના તહેવારો દરમિયાન હવામાનમાં પલટો થવાના યોગ સાથે કેરળ, તામિલનાડુ, ઓરિસા, કર્ણાટકમાં વરસાદ થવાની સંભાવના સાથે રાજ્યમાં હવામાન આગામી ૫ દિવસ સૂકું રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ ૫ દિવસ દરમિયાન હવામાનમાં ભારે પલટા અંગે કોઈ આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી નથી.
જાેકે, દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં હળવા વરસાદી ઝાપટાં થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ અરબ સાગરથી ભેજવાળા પવન ફૂંકાશે અને મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે.
દિવાળીના તહેવારોમાં નવાવર્ષની શરુઆતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠા થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. જાેકે, હવામાન વિભાગ દ્વારા હજુ કમોસમી વરસાદ અંગે કોઈ આગાહી કરી નથી. અગાઉ અંબાલાલ પટેલે પણ ચોમાસું પૂર્ણ થયા પછી પણ વર્ષ ૨૦૨૩ સુધી કમોસમી વરસાદ થવાની અને હવામાનમાં પલ્ટો થવાની આગાહી કરી હતી.SS1MS