ભારે વરસાદને કારણે વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

પ્રતિકાત્મક
વલસાડ, વલસાડ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી સતત મેઘમેહર યથાવત છે. વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
જ્યારે વરસાદને કારણે તમામ નદીઓ બે કાંઠે વહેતી થઇ છે. કોલક નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વલસાડમાં સતત પડી રહેલા વરસાદે તારાજી સર્જી છે. વરસાદને લીધે અહીંની નદીઓ ઉફાન પર છે અને બન્ને કાંઠે વહેતી થઇ છે.
કપરાડામાં આવેલી કોલક નદીનું પાણી પણ કોઝવે પરથી પસાર થઇ રહ્યું છે. જેના કારણે ગામના લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જેના કારણે ગામના લોકોને જીવના જાેખમે કોઝવે પરથી પસાર થવું પડે છે. જાેકે, દરવર્ષે ભારે વરસાદને લીધે કપરાડાના નદી નાળા છલકાતા હોય છે અને કોઝવે પરથી તેના પાણી પસાર થતાં જાેવા મળે છે.
જેના પગલે સ્થાનિક લોકો કોઝવેની ઊંચાઇ વધારવા માગ કરી રહ્યા છે. લોકો દરવર્ષે આવી હાલાકી ભોગવી રહ્યા છે. જીવના જાેખમે ધસમસતા પ્રવાહમાંથી પસાર થવું પડે છે, ત્યારે લોકો દ્વારા તેનું નિરાકરણ લાવવા માગ કરાઇ રહી છે. નોંધનીય છે કે, વલસાડમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયાં છે.
ગઇકાલે નનકવાડા વિસ્તારમાં કાર પાણીમાં ખાબકી હતી. મહિલા પાણીમાંથી કાર પસાર કરવા જતાં ઘટના બની હતી. ભારે વરસાદને લીધે રસ્તા પર પાણી ભરાયા હતા છતાં એક મહિલા કાર લઇને પસાર થઇ રહી હતી.