Western Times News

Gujarati News

5.50 કરોડના ખર્ચે રૂફ-ટોપ રેઈન-વોટર હાર્વેસ્ટીંગ સીસ્ટમ AMCની 400 બિલ્ડીંગોમાં લગાવાશે

AMCના “Catch the Rain” અભિયાન અંતર્ગત 1000 સોસાયટીઓએ પરકોલેટીંગ વેલ માટે અરજી કરી

(પ્રતિનિધિ) અમદાવાદ, રાજય સરકાર દ્વારા ભૂગર્ભ જળના સંચય માટે છેલ્લા ઘણા સમયથી ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે તેમજ “Catch the Rain” અભિયાન અંતર્ગત રાજય તથા શહેરની ખાનગી સોસાયટીઓમાં પણ પરકોલેટીંગ વેલ બનાવવા માટે આયોજન કરવામાં આવી રહયા છે.

જેના માટે મ્યુનિ. કાઉÂન્સલરો પણ મોટાપાયે બજેટ ફાળવી રહયા છે. એક અંદાજ મુજબ અમદાવાદ શહેરમાં ૧૦૦૦ કરતા વધુ સોસાયટીઓ દ્વારા પરકોલેટીંગ વેલ માટે અરજી કરવામાં આવી છે.

જેના કામ ઝડપભેર પૂર્ણ થઈ રહયા છે જેના કારણે વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારી જળસ્તર ઉંચા લાવવા માટે પ્રયત્ન કરવામાં આવશે. કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલય દ્વારા વિવિધ પધ્ધતીથી રેઇન વોટર કન્ઝર્વેશન માટે આરંભાયેલ “Catch the Rain” ઝુંબેશ અંતર્ગત અ.મ્યુનિ. કોર્પો.હસ્તકની સમગ્ર શહેરના તમામ ઝોનમાં આવેલ જુદી જુદી ઝોનલ ઓફિસો, વોર્ડ-ઓફિસો, હોસ્પિટલ્સ,

મ્યુનિ.શાળાઓ, અર્બન હેલ્થ સેન્ટર્સ, લાઇબ્રેરીઝ, વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન્સ, ડ્રેનેજ પંપીંગ સ્ટેશન્સ વિગેરે જેવી આશરે ૧૮૦૦ ઈમારતોના રૂફ-ટોપ પર ભરાતા વરસાદી પાણીનો સંગ્રહ કરવા રૂફ-ટોપ રેઇન-વોટર હાર્વેસ્ટીંગ સીસ્ટમ આગામી ૧.૫ વર્ષના સમયગાળામાં ઇન્સ્ટોલ્ડ કરી કાર્યરત કરવામાં આવશે. જે મુજબ દરેક ઇમારતોના ધાબા પર ભરાતાં વરસાદી પાણીને બહાર વહી જતું અટકાવી,

આ વરસાદી પણણીને ફીલ્ટર દ્વારા ચોખ્ખુ કરી, તેને જે-તે ઈમારતોની અન્ડર ગ્રાઉન્ડ ટાંકીઓમાં અથવા જે-તે કેમ્પસમાં જો હયાત બોરવેલ કે પરકોલેશન વેલ હોય તેમાં પરકોલેટ કરી, ગ્રાઉન્ડ વોટરના જળ સ્તર ઉચા લાવવા અ.મ્યુનિ. કોર્પો. દ્વારા ખૂબ જ મોટા પાયે કામગીરી શરૂ કરવામાં આવી છે

જે પૈકી હાલ પ્રથમ ચરણમાં અ.મ્યુનિ. કોર્પો.હસ્તકની ૪૦૦ બિલ્ડીંગ પ્રિમાઈસીસમાં અંદાજે ૫.૫૦ કરોડના ખર્ચે આવી રૂફ-ટોપ રેઈન-વોટર હાર્વેસ્ટીંગ સીસ્ટમ ઇન્સ્ટોલેશનની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે આગામી ચોમાસાની ઋતું પહેલાં પૂર્ણ કરવામાં આવશે.

આ કામગીરી કરવાથી અ.મ્યુનિ. કોર્પો. દ્વારા દૈનિક રીતે આપવામાં આવતાં પાણી પુરવઠાનું નર્મદાનું પાણી બચાવી શકાશે તેમજ જમીનના જળ સ્તર ઉંચા લાવી બોરના પાણીની ગુણવત્તા સુધારી શકાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.