Western Times News

Gujarati News

દુબઈના રણમાં વરસાદે તબાહી મચાવી, એરપોર્ટ પણ પાણીથી ભરાઈ ગયું

દુબઈ, સંયુક્ત આરબ અમીરાત અને તેની આસપાસના દેશોમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. સ્થિતિ એવી છે કે સંયુક્ત આરબ અમીરાતમાં દરેક જગ્યાએ પાણી જ પાણી દેખાય છે. પૂરના કારણે અનેક શહેરો જામ થઈ ગયા છે.

એટલું જ નહીં પડોશી દેશ ઓમાનમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરને કારણે ૧૮ લોકોના મોત થયા છે.વરસાદના કારણે આવેલા પૂરની સૌથી વધુ અસર દુબઈના ટ્રાફિક પર પડી છે. માર્ગ અને હવાઈ વાહનવ્યવહાર પણ ખોરવાઈ ગયો છે. દુબઈ એરપોર્ટ પાણીથી ભરાઈ ગયું છે.

આ પહેલા સોમવારે દુબઈ પોલીસે લોકોને ખરાબ હવામાન અંગે ચેતવણી આપતી જાહેર સુરક્ષા એડવાઈઝરી જારી કરી હતી.યુએઈના નેશનલ સેન્ટર ઓફ મીટીરોલોજી (એનસીએમ) એ જણાવ્યું કે મંગળવાર બપોરથી બુધવારની સવાર (૧૭ એપ્રિલ) સુધી ખરાબ હવામાનની બીજી લહેર પશ્ચિમી વિસ્તારોમાંથી શરૂ થઈ શકે છે અને દેશના ઘણા વિસ્તારોમાં ફેલાઈ શકે છે.

ઓમાનના વિવિધ ભાગોમાં રવિવારે (૧૪ એપ્રિલ) અને સોમવાર (૧૫ એપ્રિલ)ના રોજ અચાનક પૂરને કારણે ઓછામાં ઓછા ૧૭ લોકોના મોત થયા હતા, એમ દેશની રાષ્ટ્રીય કટોકટી વ્યવસ્થાપન સમિતિએ જણાવ્યું હતું. દેશના જુદા જુદા ભાગોમાં વિવિધ તીવ્રતા સાથે વરસાદ ચાલુ રહ્યો હતો.

બુધવાર સુધી હવામાન ખરાબ રહેવાની સંભાવના છે.ગયા વર્ષે નવેમ્બરમાં પણ દુબઈનું હવામાન બગડ્યું હતું. તોફાની વરસાદને કારણે શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે પ્રશાસને લોકોને બીચ પર જવાની મનાઈ કરી દીધી હતી. ગરમ અને રણપ્રદેશના હવામાનમાં અચાનક આવેલા બદલાવથી વિશ્વભરના વૈજ્ઞાનિકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.