16 જુલાઈ પછી ગુજરાતમાં વરસાદનું જાેર વધી શકે
અમદાવાદ, હવામાન વિભાગે આગામી રવિવાર સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ ના હોવાનું જણાવ્યું છે. જાેકે, તે પછી વરસાદનું જાેર વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ બુધવારે આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે, ૧૬મી જુલાઈ પછી વરસાદનું જાેર વધી શકે છે. આ પહેલા રાજ્યમાં હળવો વરસાદ રહેવાની શક્યતાઓ છે. આ દરમિયાન ક્યાંક ભારે ઝાપટું પણ થઈ શકે છે. Rainfall may increase in Gujarat after July 16
હવામાન વિભાગે બુધવારે સાત દિવસના હવામાનની આગહી કરી છે તેમાં રવિવાર સુધી ભારે વરસાદની શક્યતાઓ ના હોવાનું જણાવ્યું છે. આ પછી તેમણે વરસાદનું જાેર વધવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ તારીખો દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટોછવાયો વરસાદ રહી શકે છે, જ્યારે ગુજરાતનાં બાકી ભાગો જેવા કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના લગભગ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ રહી શકે છે.
તેમણે બુધવારે એ પણ જણાવ્યું હતું કે, આગામી સમયમાં જે સિસ્ટમ એક્ટિવ થવાની છે તેને હજુ થોડો સમય લાગી શકે છે. જાેકે, રવિવાર સુધી સિસ્ટમની વધારે અસર ના હોવાનું પણ જણાવ્યું હતું. આ સાથે પવનની દિશા દક્ષિણપશ્ચિમથી પશ્ચિમના પવન રહેવાની સંભાવના છે.
ઓફશોર ટ્રોફ પણ છે અને તેના કારણે એકાદ જગ્યામાં ભારે વરસાદ થઈ શકે છે. અમદાવાદમાં વરસાદનું જાેર હળવું રહેવાની શક્યતાઓ પણ ડૉ. મોહંતી દ્વારા બુધવારે વ્યક્ત કરવામાં આવી હતી.
ભેજનું પ્રમાણ વધુ છે અને ગરમીના કારણે વરસાદ થઈ શકે છે. ગુજરાત રાજ્યમાં સિઝનનો ૬૦ ટકા વરસાદ નોંધાઈ ચુક્યો છે. હવે આગામી દિવસોમાં વરસાદનું જાેર વધે તો ઝડપથી તે ૧૦૦ ટકા પર પહોંચી શકે છે. હવામાન વિભાગે સાત દિવસની આગાહી કરી છે જેમાં આજના દિવસે રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે, જેમાં સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, રાજકોટ અને દીવનો સમાવેશ થાય છે.
આ સિવાય અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર અને પંચમહાલમાં પણ આજે હળવા વરસાદની શક્યતાઓ છે. આ સિવાયના રાજ્યના જિલ્લાઓમાં હવામાન સૂકું રહી શકે છે.SS1MS