લાંબા વિરામ બાદ કચ્છના માંડવીમાં વરસાદનું આગમન
કચ્છ, લાંબા અંતરાળ બાદ રાજ્યમાં વરસાદનું આગમન થયું છે. આજે સવારે કચ્છના માંડવીમાં વરસાદનું આગમન થતાં લોકોમાં ખુશી જાેવા મળી રહી છે. લાંબા વિરામ બાદ મેઘરાજા વરસ્યા છે. માંડવીમાં વહેલી સવારથી વરસાદ વરસવાનું શરૂ થયું છે.
વરસાદને લીધે રોડ-રસ્તાઓ પાણીમાં તરબોળ થયા છે. સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. નોંધનીય છે કે, આજે અને આવતીકાલે ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓગસ્ટ મહિનાથી ખેંચાયેલા વરસાદનું ફરી આગમન થયું છે. આજે અને આવતીકાલે ભારે પવન સાથે આગાહી કરવામાં આવી છે. આગામી ૫ દિવસ વરસાદની આગાહી છે.
ભારે પવન સાથે મેઘસવારી આવશે. બંગાળીની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતાં ગુજરાતમાં વરસાદની આગાહી છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી છે.
હવામાન વિભાગે ૬ સપ્ટેમ્બરથી ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાનું જણાવ્યું છે. પાંચ દિવસ દરમિયાન વરસાદનું પ્રમાણ વધેલું જાેવા મળશે અને જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ વધુ જાેવા મળશે તેમ પણ જણાવ્યું હતું.
હવામાન વિભાગ દ્વારા ૭ અને ૮ સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી રહી છે. ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે તે જિલ્લાઓમાં નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાંથી ક્યાંક ભારે વરસાદ થઈ શકે છે.
નોંધનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધીનો સરેરાશ વરસાદ જાેઈએ તો રાજ્યમાં સૌથી ઓછો વરસાદ મધ્ય પૂર્વ ગુજરાત નોંધાયો છે. મધ્ય પૂર્વ ગુજરાતમાં ૬૬.૧૯ ટકા વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતમાં સરેરાશ ૬૭.૯૬ ટકા જ વરસાદ નોંધાયો છે. કચ્છમાં સરેરાશ ૧૩૬.૧૯ ટકા વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્રમાં સરેરાશ ૧૧૦.૧૦ ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં ૭૩.૬૪ ટકા વરસાદ નોંધાયો છે. જાેકે, આ વરસાદ પણ જુલાઈ મહિનામાં થયો છે. ઓગસ્ટ મહિનામાં માત્ર ૧૦ ટકા પણ વરસાદ નોંધાયો નથી.SS1MS