કર્ણાટકમાં વરસાદે મચાવી તબાહી: લેન્ડસ્લાઈડમાં મૃતકોની સંખ્યા વધીને આઠ થઈ
બેંગલુરુ, ઉત્તરા કન્નડ જિલ્લાના શિરુર ગામમાં ભૂસ્ખલનને કારણે ગુમ થયેલી એક મહિલાનો મૃતદેહ મંગળવારે સર્ચ ઓપરેશન દરમિયાન ગંગાવલી નદીમાંથી મળી આવ્યો હતો. પોલીસે માહિતી આપી છે. જેમાં જણાવામાં આવ્યું છે કે આ ઘટનામાં મૃત્યુઆંક વધીને આઠ થયો છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, ફાયર અને ઈમરજન્સી સર્વિસીસ અને નેવી ઘટનાસ્થળે અને ગંગાવલી નદીમાં સર્ચ ઓપરેશન કરી રહી છે.
પોલીસ અધિક્ષક (કરવાડ) નારાયણ એમ. પીટીઆઈને જણાવ્યું હતું કે, “સર્ચ ઓપરેશન દરમિયાન, અમને અન્ય એક મૃતદેહ મળ્યો જે એક ૬૫ વર્ષીય મહિલાનો હતો. ગંગાવલી નદીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. કેરળના રહેવાસી ટ્રક ડ્રાઈવર (અર્જુન) સહિત વધુ ત્રણ લોકોની શોધખોળ માટે ઓપરેશન ચાલુ છે.
ભારતીય સૈન્ય માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત ટીમમાં મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી રેજિમેન્ટ બેલાગવીના એક અધિકારી, બે જુનિયર કમિશન્ડ અધિકારીઓ અને અન્ય ૫૫ લોકો તથા કોલેજ ઓફ મિલિટરી એન્જિનિયરિંગ પૂણેના એક જુનિયર કમિશન્ડ ઓફિસર અને અન્ય બે અધિકારીઓનો સમાવેશ થાય છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, સૈન્યની ટીમે ગ્રાઉન્ડ પેનિટ્રેશન રડાર, ડીપ સર્ચ મેટલ ડિટેક્ટર, ઓવરબોર્ડ મોટરાઇઝ્ડ રાફ્ટ્સ અને સ્પેશિયલ ક્લાઇમ્બિંગ ઇક્વિપમેન્ટની સાથે આ વિસ્તારમાં રેસ્ક્યૂ ઇક્વિપમેન્ટ સહિત અન્ય સાધનો પણ આપ્યા છે.
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા દ્વારા ૧૬ જુલાઈના રોજ ભારે ભૂસ્ખલનના દિવસે મળેલી સેટેલાઇટ તસવીરો અનુસાર, ટ્રક નદીમાં પડી જવાની આશંકા છે.SS1MS