રાજ્યમાં વરસાદની તોફાની બેટિંગઃ હાંસોટમાં સાડા ત્રણ ઈંચ

નવી દિલ્હી, હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જિલ્લાઓમાં સાડા ત્રણ ઈંચ સુધી વરસાદ નોંધાયો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટમાં સાડા ત્રણ ઈંચ, ભાવનગરના મહુવામાં ત્રણ ઈંચ, ભરૂચ, વલસાડના ઉમરગામ અને સુરતનાં માંગરોળમાં બે ઈંચ, નેત્રંગમાં પોણા બે અને ઓલપાડમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. દિવસભર વરસાદના પગલે ગરમીથી રાહત મળી છે.
વલસાડમાં વીજળી પડતાં ચાર ભેંસ દાઝી ગઈ છે.ભરૂચ જિલ્લામાં, સવારે ૧૦ વાગ્યા સુધીમાં હાસોટ તાલુકામાં ૮૪ મીમી, ભરૂચમાં ૫૪ મિમી, નેત્રંગમાં ૪૪ મીમી, અંકલેશ્વરમાં ૩૨ મીમી, ઝઘડિયામાં ૨૬ મીમી, વાલિયામાં ૨૬ મીમી અને વાગરામાં ૧૫ મીમી વરસાદ નોંધાયો છે.
દક્ષિણ ગુજરાતમાં નવસારીના વિવિધ તાલુકાઓમાંથી ચીખલીમાં- ૪૬ મિમી (૧.૯૧ઇચ), વાંસદામાં- ૩૮ મિમી (૧.૫૮ ઈંચ), ખેરગામમાં- ૩૨ મિમી (૧.૩૩ ઈંચ), ગણદેવીમાં- ૨૫ મિમી (૧ ઈંચ), નવસારીમાં – ૨૦ મિમી (૦.૮ ઇંચ), જલાલપોરમાં- ૦૫ મિમી વરસાદ પડ્યો હતો.
વલસાડ ૧.૨૪ ઇંચ, ધરમપુર ૧.૫૦ ઇંચ, ઉમરગામ ૨.૦૦ ઇંચ, વાપી ૦.૫ ઇંચ, પારડી ૦.૫૯ ઇંચ અને કપરાડા ૦.૬૦ ઇંચ વરસાદ નોંધાયો છે.
સુરત જિલ્લામાં ઓલપાડમાં ૩૧ મીમી, માંગરોળમાં ૪૫ મીમી, ઉમરપાડા ૧૦ મીમી, કામરેજમાં ૨૪ મીમી, સુરત શહેર ૯ મીમી અને ચોર્યાસીમાં ૫ મીમી વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્રમાં ભાવનગરના મહુવામાં બે કલાકમાં ધોધમાર ત્રણ ઇંચ વરસાદ વરસી ગયો હતો તો અમરેલી જિલ્લામાં પણ ભારે વરસાદ નોંધાયો છે. તોફાની પવન ફૂંકાતા ભાવનગર સહિતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં મીની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો. તળાજામાં એક ઈંચ નોંધાયો હતો.
ગીર પંથકમાં ફરી મેઘમંડાણ થયાં છે અને ધોધમાર વરસાદ વરસ્યો છે. જૂનાગઢમાં વરસાદને લઈને ગિરનારની રોપવે સેવા બંધ કરી દેવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લામાં વહેલી સવારથી વરસાદ વરસ્યો હતો. ઉનાના કંસારી, ભાચા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે..ગીર ગઢડાના ધોકડવા, જામવાળા સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. ચોમાસાની વહેલી શરૂઆતને લઈને ખેડૂતોની ચિંતા વધી છે.SS1MS