અરવલ્લીમાં સતત પાંચમાં દિવસે વરસાદી માહોલ યથાવત
મોડાસા, અરવલ્લી પર મેઘરાજા મહેરબાન છે, સતત પાંચ દિવસથી અહીં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા કરાયેલા આગાહી પ્રમાણે સતત વરસાદ થઈ રહ્યો છે. આ પંથકમાં વહેલી સવારે પણ વરસાદ થયો હતો. ભારે વરસાદના કારણે કેટલાક ખેતરોમાં પાણી ભરાવાની ઘટનાઓ પણ સામે આવી છે.Rainy conditions persist in Aravalli for fifth consecutive day
મહત્વનું છે કે, હવામાન વિભાગ દ્વારા આજે પણ ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. મોડાસામાં થયેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેમાં મુખ્ય ચાર રસ્તા, હંગામી બસ સ્ટેન્ડ પર જળબંબાકારની સ્થિતિ સર્જઈ છે. અરવલ્લીના મોડાસા પંથકમાં સવારથી વરસાદી માહોલ છે, શામળાજીના વેણપુર, રંગપુર સહિતના પંથકોમાં ભારે વરસાદ થયો છે.
આ વિસ્તારોમાં ભારે વરસાદ થવાથી કેટલાક ખેતરોમાં પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી છે. વરસાદના કારણે રસ્તા પર પણ પાણી ભરાવાની ઘટના બની છે. રસ્તાઓ પર પાણી આવી જવાથી ટ્રાફિકની ગતિમાં ઘટાડો થયો હતો. સતત થઈ રહેલા વરસાદના લીધે તાપમાનમાં ભારે ઘટાડો નોંધાયો છે.
મોડાસાના ગ્રામ્ય પંથકમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ છે. હવામાન વિભાગ દ્વારા આજે પણ ઉત્તર ગુજરાતમાં મેઘ મહેર થવાની સંભાવના વ્યક્ત કરી છે. એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ એક્ટિવ થવાના કારણે રાજ્યભરમાં વરસાદ નોંધાયો છે. જાેકે, હવે ધીમે-ધીમે મેઘરાજાના જાેરમાં ઘટાડો થઈ રહ્યો છે.SS1MS