Western Times News

Gujarati News

રાજ કપૂરે ઋષિ કપૂરને સ્પષ્ટ કહ્યું કે જાે તે નીતૂને પ્રેમ કરે છે તો લગ્ન કરી લે

પોતાના જ લગ્નમાં બેભાન થઇ ગઇ હતી નીતૂ કપૂર?-એક્ટર ઋષિ કપૂર અને નીતૂ સિંહની પહેલી મુલાકાત વર્ષ ૧૯૭૪માં ફિલ્મ ઝહરીલા ઈન્સાનના શૂટિંગ દરમિયાન થઈ હતી

આજે ૮ જુલાઇનો દિવસ છે અને આજે બૉલીવુડ હસીન હીરોઇને ગણાતી નીતૂ કપૂરનો જન્મ દિવસ છે. આજના દિવસે એટલે કે, ૮ જુલાઇ, ૧૯૫૮ના દિવસે નવી દિલ્હીમાં નીતૂ કપૂરનો જન્મ થયો હતો, અને આજે એક્ટ્રેસ પરિવાર સાથે પોતાનો ૬૫મો જન્મદિવસ મનાવી રહી છે.

૮ જુલાઈ, ૧૯૫૮ના રોજ નવી દિલ્હીમાં જન્મેલી નીતૂ કપૂરે એક સમયે સિલ્વર સ્ક્રીન પર પોતાના નખરાં અને સ્ટાઈલથી તમામ ફેન્સના દિલ જીતી લીધા હતા, પરંતુ ઋષિ કપૂર તેના દિલ પર રાજ કરતા હતા. બંનેની લવ સ્ટૉરી કોઈ ફિલ્મી સ્ટૉરીથી કમ નથી, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે નીતૂ કપૂર પોતાના લગ્નમાં જ બેહોશ થઈ ગઈ હતી.

એક્ટર ઋષિ કપૂર અને નીતૂ સિંહની પહેલી મુલાકાત વર્ષ ૧૯૭૪માં ફિલ્મ ‘ઝહરીલા ઈન્સાન’ના શૂટિંગ દરમિયાન થઈ હતી. અહીંથી બંને જલ્દી સારા મિત્રો બની ગયા. તે સમયે નીતૂ સિંહ માત્ર ૧૫ વર્ષની હતી.

ઉલ્લેખનીય છે કે, નીતૂને મળ્યા પહેલા ઋષિ કપૂરની એક ગર્લફ્રેન્ડ હતી. જ્યારે તે તેના પર ગુસ્સે થતી હતી, ત્યારે ઋષિ કપૂર તેને શાંત કરવા માટે તેની મિત્ર નીતૂને પ્રેમ પત્રો લખતા હતા. આ રીતે બંને એકબીજાની નજીક આવવા લાગ્યા હતા. એક્ટર ઋષિ કપૂર પોતાની ગર્લફ્રેન્ડ માટે લવ લેટર લખતી વખતે નીતૂ સિંહના પ્રેમમાં પડી ગયા હતા. જ્યારે રાજ કપૂરને આ વાતની જાણ થઈ તો તેને સ્પષ્ટ કહ્યું કે જાે તે નીતૂને પ્રેમ કરે છે તો લગ્ન કરી લે.

ખાસ વાત છે કે, નીતૂ કપૂરની માતા આ સંબંધથી બિલકુલ ખુશ નહોતી. જાેકે, ધીમે ધીમે તે નીતૂ અને ઋષિ કપૂર વચ્ચેના સંબંધોને સમજવા લાગી અને લગ્ન માટે સંમત થઈ ગઈ. આ પછી નીતૂ અને ઋષિ કપૂરે વર્ષ ૧૯૭૯ દરમિયાન લગ્ન કરી લીધા હતા.

જ્યારે નીતૂ અને ઋષિ કપૂરના લગ્નને લઈને સર્વત્ર ખુશીઓ હતી, તે દરમિયાન બંને પોતાના લગ્નમાં બેભાન થઈ ગયા હતા. એવું કહેવાય છે કે નીતૂનો લેંઘો ખૂબ જ ભારે હતો, તેને સંભાળવાનો પ્રયાસ કરતા તે બેભાન થઈ ગઈ હતી. બીજીબાજુ લગ્નમાં એટલી બધી ભીડ હતી કે ઋષિ પણ ડરી ગયા અને બેભાન થઈ ગયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.