Western Times News

Gujarati News

રાજામૌલીની NTR સાથેની ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ રહી

મુંબઈ, આજે દરેક મોટા અભિનેતા SS રાજામૌલી સાથે કામ કરવાનું સપનું જુએ છે, જેમની ‘બાહુબલી’ અને ‘RRR’ જેવી ફિલ્મોને હોલીવુડના દિગ્ગજ કલાકારોએ પણ વખાણી છે. ફિલ્મ નિર્માતાએ જુનિયર એનટીઆર સાથે દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી, જેમની સાથે તે ખૂબ જ વિશિષ્ટ જાેડાણ ધરાવે છે.

SS રાજામૌલીએ જુનિયર એનટીઆર સાથે અત્યાર સુધીમાં કુલ ચાર ફિલ્મો કરી છે, અને તમામ બોક્સ ઓફિસ પર સફળ રહી છે. જીજી રાજામૌલીએ ફિલ્મ ‘સ્ટુડન્ટ નંબર વન’ દ્વારા દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી, જેમાં દર્શકોએ જુનિયર એનટીઆરને મુખ્ય અભિનેતા તરીકે પસંદ કર્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી.

SS રાજામૌલી અને જુનિયર એનટીઆરએ પણ તેમની બીજી ફિલ્મ ‘સિમ્હાદ્રી’ સાથે અજાયબીઓ કરી હતી. દર્શકોને પણ આ ફિલ્મ પસંદ પડી હતી અને તે બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. ફિલ્મ ‘યમદોંગા’માં જુનિયર એનટીઆરની એક્ટિંગ અને SS રાજામૌલીનું ડિરેક્શન પણ લોકોને પસંદ આવ્યું હતું.

આ ફિલ્મે પણ સફળતાનો શીખરો પાર કર્યા હતા. વર્ષ ૨૦૨૨માં રિલીઝ થયેલી SS રાજામૌલીની ‘ઇઇઇ’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. આ ફિલ્મની વિશ્વભરમાં પ્રશંસા થઈ હતી. ‘RRR’ સૌથી વધુ કલેક્શન કરનારી ભારતીય ફિલ્મોની યાદીમાં સામેલ છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, ૫૫૦ કરોડ રૂપિયામાં બનેલી ‘ઇઇઇ’એ વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પરથી ૧૨૩૦ કરોડ રૂપિયાનું કલેક્શન કરીને ઈતિહાસ રચ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.